Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તમારા રસોડાની આ પાંચ વસ્તુઓ થશે ઉપયોગી, જાણો

કોલેસ્ટ્રોલ (Cholesterol) વધવાથી શરીરમાં હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ વારસામાં પણ મળી શકે છે અથવા શરીરમાં દવાઓને કારણે પણ કોલેસ્ટ્રોલ થઈ શકે છે. હાઈ કોલેસ્ટ્રોલના કારણે તમે હાર્ટ એટેક, ડાયાબિટીસ, હાર્ટ સ્ટ્રોક જેવી બીમારીઓનો શિકાર બની શકો છો. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે દવાઓ પણ ઉપલબ્ધ છે પરંતુ તેની આડઅસર થવાની પણ શક્યતા છે ત્યારે તમને જણાવી દઈએ કે રસોડાની આ પાંચ વસ્à
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તમારા રસોડાની આ પાંચ વસ્તુઓ થશે ઉપયોગી  જાણો
Advertisement
કોલેસ્ટ્રોલ (Cholesterol) વધવાથી શરીરમાં હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ વારસામાં પણ મળી શકે છે અથવા શરીરમાં દવાઓને કારણે પણ કોલેસ્ટ્રોલ થઈ શકે છે. હાઈ કોલેસ્ટ્રોલના કારણે તમે હાર્ટ એટેક, ડાયાબિટીસ, હાર્ટ સ્ટ્રોક જેવી બીમારીઓનો શિકાર બની શકો છો. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે દવાઓ પણ ઉપલબ્ધ છે પરંતુ તેની આડઅસર થવાની પણ શક્યતા છે ત્યારે તમને જણાવી દઈએ કે રસોડાની આ પાંચ વસ્તુઓ તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં કરશે મદદ...
ધાણાં
દરરોજ ધાણાંનું (Coriander) પાણી પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. પાણી અને ધાણાજીરને ઉકાળો અને પછી તેને આખી રાત ઠંડુ થવા માટે રાખો. તેને ગાળીને પાણી સવારે ખાલી પેટ પીવો.
અળસીના બીજ
અળસીના બીજને (Linseeds) પીસીને કે આખી દૂધ પીવાથી ફાયદો મળે છે. દરરોજ 30 ગ્રામ અળસીના બીજનું સેવન કરવું. અળસીના બીજ ધમનીઓમાં બળતરા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની અસરને ઘટાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
ગ્રીન ટી
દરરોજ એક કપ ગ્રીન ટી (Green Tea) ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે તમારા શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
હળદર
હળદરની (Turmeric) મદદથી તમારી ધમનીઓમાં જમા થયેલી ચરબીને ઓછી કરી શકાય છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. દરરોજ શાકભાજીમાં હળદરનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. તેમજ તમે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ પણ પીવો તો પણ તમને ફાયદો મળશે
સોલિએબલ ફાઈબર
ઓટ્સ, ચોખા, ફળ, સફરજન, સ્ટ્રોબેરી, વટાણા, અનાજ જેવી વસ્તુઓમાં સોલિએબલ ફાયબર (Soluble fiber) હોય છે. તે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે.
Tags :
Advertisement

.

×