Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Afghanistan : નૂરિસ્તાનમાં ભયાનક ભૂસ્ખલન, 25 લોકોના મોત

Afghanistan :  અફઘાનિસ્તાનમાં ભૂસ્ખલ એક ઘટના સામે આવી છે. જેમાં નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લગભગ 25 લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત નૂરગારમ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. સૂચના અને સંચાર...
afghanistan   નૂરિસ્તાનમાં ભયાનક ભૂસ્ખલન  25 લોકોના મોત
Advertisement

Afghanistan :  અફઘાનિસ્તાનમાં ભૂસ્ખલ એક ઘટના સામે આવી છે. જેમાં નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લગભગ 25 લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત નૂરગારમ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. સૂચના અને સંચાર પ્રમુખ મોહમ્મદ અબ્દુલ્લા જાને આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, નૂરગારમ જિલ્લાના નકરાહ ગામમાં ભારે વરસાદને કારણે ઘણા પર્વતો સરકી ગયા. જેના કારણે જનતાને જાનમાલનું મોટું નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં 15 થી 20 જેટલા મકાનો ધરાશાયી થયા છે.

Advertisement

તાજેતરના થયેલ ભારે વરસાદને કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલય દ્વારા પ્રાપ્ત મળતી માહિતી મુજબ, પંજશીર પ્રાંતમાં હિમપ્રપાત થયો હોવાના અહેવાલ છે. તેની અસરથી 5 જેટલા કર્મચારીઓ ગુમ થઈ ગયા છે. જો કે, પંજશીરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા કર્મચારીઓમાંથી 2ના મૃત્યુ થઈ ચૂક્યા છે.

Advertisement

અફઘાનિસ્તાનમાં કુદરતી આફતોની સાથે અર્થવ્યવસ્થા પણ સંકટમાં
તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં ઘણીવાર ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે તેમને જાન-માલનું ભારે નુકસાન થયું છે. કુદરતી આફતોની સાથે સાથે અહીંની કથળતી અર્થવ્યવસ્થા પણ સંકટનો વિષય છે. સ્થિતિ એવી છે કે સામાન્ય નાગરિકોને જીવવું મુશ્કેલ બની રહ્યું છે.

પહેલેથી જ ગરીબીનો માર સહન કરતાં અફઘાનિસ્તાનને પણ આંતરરાષ્ટ્રીય એકલતાનો સામનો કરવો પડી રહ્યો છે. 2021 માં તાલિબાનના સત્તામાં આવી ગયા બાદ વધુ આર્થિક ઉથલપાથલ જોવા મળી છે. આ જ કારણ છે કે અફઘાનિસ્તાન દિવસેને દિવસે દેવાના બોજ તળે વધુને વધુ ડૂબતું જઈ રહ્યું છે.

આ  પણ  વાંચો  - Papua New Guinea: પાપુઆ ન્યૂ ગિનીમાં થયો નરસંહાર! આ હિંસામાં 53 આદિવાસીઓની ગોળી મારી હત્યા

Tags :
Advertisement

.

×