Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

G-20 Summit પર કોરોનાનું સંકટ ....! સ્પેનના રાષ્ટ્રપતિ CORONA POSITIVE

રાજધાની દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ પર કોરોનાનો સંકટ જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની જીલ બિડેનનો કોવિડ રિપોર્ટ પહેલા જ પોઝિટિવ આવ્યો છે અને હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sánchez)પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ...
g 20 summit પર કોરોનાનું  સંકટ       સ્પેનના રાષ્ટ્રપતિ corona positive
Advertisement

રાજધાની દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ પર કોરોનાનો સંકટ જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની જીલ બિડેનનો કોવિડ રિપોર્ટ પહેલા જ પોઝિટિવ આવ્યો છે અને હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sánchez)પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.

Advertisement

સાંચેઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, 'હું સારું અનુભવું છું. પરંતુ હું ભારતનો પ્રવાસ કરી શકીશ નહીં. G-20 સમિટમાં સ્પેનનું પ્રતિનિધિત્વ કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બરેસ જોડાશે.

Advertisement

ફ્રાન્સના રાષ્ટ્રપતિ આજે દિલ્હી પહોંચશે

આ દરમિયાન G20 સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો નીકળી ચૂક્યા છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં પણ સામેલ છે. ઈમેનુએલ મેક્રોં આજે ભારત આવી પહોંચશે. તેઓ આગામી 9-10 સપ્ટેમ્બરે યોજાનાર G20 સમિટમાં પણ ભાગ લેશે.

જો બાઈડેન ભારત જવા રવાના

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન જી-20 સમિટમાં ભાગ લેવા માટે 7 ઓગસ્ટે તેમની પત્ની જીલ સાથે દિલ્હી આવવાના હતા. આ પહેલા જીલ અને જો બિડેનનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ 5 ઓગસ્ટે આવ્યો હતો, જેમાં જો બિડેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ જીલનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, તેમની ઓફિસે માહિતી આપી હતી કે તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી. ચેપ લાગ્યો ત્યારથી, જીલ તેના ડેલવેર નિવાસસ્થાનમાં છે. જ્યારે, જો બિડેન G-20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા રવાના થઈ ગયા છે.

સુનક અને ફુમિયો કિશિદા પણ આજે પહોંચશે

બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બપોર સુધીમાં નવી દિલ્હી પહોંચશે તેવી શક્યતા છે. જ્યારે જાપાનનું પ્રતિનિધિત્વ કરનારા ફુમિયો કિશિદા પણ આજે બપોર સુધી ભારત આવી પહોંચશે. જ્યારે આર્જેન્ટિનાના પ્રતિનિધિ ભારત આવી પહોંચ્યા હતા.

આ  પણ વાંચો-અમેરીકાના રાષ્ટ્રપતિ JOE BIDEN ભારતના પ્રવાસે, PM MODI સાથે કરશે દ્વિપક્ષીય વાર્તાલાપ

Tags :
Advertisement

.

×