ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Eastern Libya floods : લીબિયામાં ડેનિયલ વાવાઝોડાએ વિનાશ વેર્યો, 2 હજાર થી વધુ લોકોના મોત

તાજેતરમાં મોરક્કોમાં વિનાશક ભૂકંપે માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ત્યારે વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 2800 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આફ્રિકન દેશ લિબિયામાં એક કુદરતી આફતે પોક મૂકી છે. લિબિયામાં આવેલ વિનાશક તોફાન અને પૂરના કારણે ભારે તબાહી મચી...
08:48 AM Sep 12, 2023 IST | Hiren Dave
તાજેતરમાં મોરક્કોમાં વિનાશક ભૂકંપે માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ત્યારે વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 2800 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આફ્રિકન દેશ લિબિયામાં એક કુદરતી આફતે પોક મૂકી છે. લિબિયામાં આવેલ વિનાશક તોફાન અને પૂરના કારણે ભારે તબાહી મચી...

તાજેતરમાં મોરક્કોમાં વિનાશક ભૂકંપે માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ત્યારે વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 2800 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આફ્રિકન દેશ લિબિયામાં એક કુદરતી આફતે પોક મૂકી છે. લિબિયામાં આવેલ વિનાશક તોફાન અને પૂરના કારણે ભારે તબાહી મચી છે. દેશના પૂર્વી દરિયાકાંઠાના શહેરોમાં પૂરને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. પૂર્વી લિબિયન સૈન્યના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડેરના શહેરમાં પૂરને કારણે લગભગ 2,000 થી વધુ લોકોના મોત થયા છે અને 5,000 થી 6,000 લોકો લાપતા થયા છે.

 

પૂર્વી લિબિયન સરકારના વડા પ્રધાન ઓસામા હમાદે સોમવારે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં ધ્વજ અડધો ઝુકાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, તેમની સરકારે શનિવારે જ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વાવાઝોડા પહેલા સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ કરવામાં આવી હતી.

 

 

અગાઉ સોમવારે, આ પ્રદેશમાં રેડ ક્રેસન્ટ સહાય જૂથના વડાએ જણાવ્યું હતું કે ડેર્નાનો મૃત્યુઆંક 150 હતો અને 250 સુધી પહોંચવાની અપેક્ષા છે. લિબિયા રાજકીય રીતે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વિભાજિત છે અને 2011 નાટો સમર્થિત બળવાથી જાહેર સેવાઓ ભાંગી પડી છે જેણે વર્ષોના સંઘર્ષને પ્રોત્સાહન આપ્યું હતું. ત્રિપોલીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર પૂર્વીય વિસ્તારોને નિયંત્રિત કરતી નથી.

 

 

પૂર્વી લિબિયાના વડાપ્રધાન ઓસામા હમાદે આ ઘટના અંગે જણાવ્યું કે, ડેરના શહેરમાં ભારે પૂરને કારણે વિનાશક સ્થિતિનું સર્જન થયું છે. અહીં અત્યાર સુધીમાં 2,000 લોકોના મોતની આશંકા છે, અને 5 થી 6 લોકો લાપતા થયાની સંભાવના છે. ભૂમધ્ય વાવાઝોડું ડેનિયલના કારણે તટવર્તી શહેર ડેરનાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

 

આ  પણ   વાંચો-G-20 SUMMIT : પ્લેનમાં ખામીના કારણે ટ્રુડો ભારતમાં રોકાયા, હવે કેનેડાથી બેકઅપ પ્લેન આવી રહ્યું છે…

 

 

Tags :
Eastern Libya floodsEastern Libya storm Danielstorm danielstorm Daniel in Libya
Next Article