Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Imran Khan Update: પાકિસ્તાન સરકાર દ્વારા વધુ કેસ ઈમરાન ખાન પર કરાયો

Imran Khan Update: Pakistan તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન Imran Khan ની 9 મે દરમિયાન થયેલ હિંસા સાથે સંબંધિત GKQ હુમલાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ ત્યારે કરવામાં આવી છે જ્યારે તે પહેલાથી જ ઘણા કેસોમાં...
imran khan update  પાકિસ્તાન સરકાર દ્વારા વધુ કેસ ઈમરાન ખાન પર કરાયો
Advertisement

Imran Khan Update: Pakistan તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન Imran Khan ની 9 મે દરમિયાન થયેલ હિંસા સાથે સંબંધિત GKQ હુમલાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ ત્યારે કરવામાં આવી છે જ્યારે તે પહેલાથી જ ઘણા કેસોમાં અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે.

Imran Khan પર વધુ એક કેસ કરવામાં આવ્યો

એક અહેવાલ અનુસાર, રાવલપિંડીની એક આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મે 2023 ના રોજ GHQ હુમલાના કેસ તેમજ મેટ્રો સ્ટેશન પર આગ લગાડવા અને હિંસા ભડકાવવાના અન્ય બે કેસમાં Imran Khan ની ધરપકડ કરી છે. તે પહેલેથી જ સાઇફર અને કલમના કેસોમાં અદિયાલા જેલમાં દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે તેને આ કેસની સુનવાણી દરમિયાન કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

Imran Khan Update

Imran Khan Update

Advertisement

આ સુનાવણી દરમિયાન પોલીસ અધિકારીઓએ 9 મેએ થયેલ કેસમાં ઈમરાન ખાનના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ ATC જજ મલિક ઈજાઝ આસિફે અરજી ફગાવી દીધી હતી અને પોલીસને ખાનની જેલમાં પૂછપરછ કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે પ્રોસિક્યુશન અને બચાવ પક્ષના વકીલોને 23 જાન્યુઆરી, 2024 ના રોજ આગામી સુનાવણીમાં તેમની દલીલો અને પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ જારી કરી છે.

શું છે 9 મેનો સંપૂર્ણ મામલો ?

Imran Khan ની 9 મે 2023 ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણીમાં હાજર થયા હતા. 2018 થી 2022 સુધી પાકિસ્તાનના વડા પ્રધાન રહેલા ખાન પર વિદેશી દેશોમાંથી ગેરકાયદેસર ભેટ અને સંપત્તિ મેળવવાનો આરોપ હતો. 9 મેના રોજ તેમની ધરપકડથી સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ અને રમખાણો થયા હતાં. કારણ કે તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો તેમની મુક્તિની માંગણી માટે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.

આ દરમિયાન ઇમરાનના સમર્થકોએ લાહોરના જનરલ હેડક્વાર્ટર (GHQ) માં જિન્ના હાઉસ, મિયાંવાલી એરબેઝ પર હુમલો કર્યો હતો. તે ઉપરાંત વિરોધ પ્રદર્શનીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વિરોધ પ્રદર્શન માટે Pakistan સરકાર દ્વારા Imran Khan ને દોષી પાત્ર ગણવામાં આવ્યા હતા. આ સિવાય 5000 લોકો પર આતંકવાદ વિરોધી અધિનિયમ (ATA) અને અન્ય કાયદાઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Lakshadweep Update: Lakshadweep ની ફરતે ભારતીય વાયુસેના તૈનાત કરાશે

Tags :
Advertisement

.

×