Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel Hamas War: હમાસ માટે ઈઝરાયેલનું ચક્રવ્યૂહ! ગાઝા પર કબજો કરવા ઉતાર્યા એક લાખ સૈનિક

ત્રણ દિવસથી ચાલી રહેલું યુદ્ધ માટે હવે ઇઝરાયેલ નવી રણનીતિ બનાવી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝાને કબજે કરવા માટે 1 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. ઇઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાન્ટે કહ્યું છે કે, હમાસ આતંકવાદીઓ સાથેની દેશની લડાઈ વચ્ચે ઇઝરાયેલ ગાઝા...
israel hamas war  હમાસ માટે ઈઝરાયેલનું ચક્રવ્યૂહ  ગાઝા પર કબજો કરવા ઉતાર્યા એક લાખ સૈનિક
Advertisement

ત્રણ દિવસથી ચાલી રહેલું યુદ્ધ માટે હવે ઇઝરાયેલ નવી રણનીતિ બનાવી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝાને કબજે કરવા માટે 1 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. ઇઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાન્ટે કહ્યું છે કે, હમાસ આતંકવાદીઓ સાથેની દેશની લડાઈ વચ્ચે ઇઝરાયેલ ગાઝા પર ફરીથી કબજો કરશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગાઝાની સંપૂર્ણ નાકાબંધી લાદવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ખોરાક અને ઈંધણના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ લોહીનો બદલો લેવા ઈઝરાયેલે 1 લાખ સૈનિકો મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

Advertisement

ઈઝરાયેલના 1 લાખ સૈનિકોને યુદ્ધના મેદાનમાં ઉતર્યા

ઇઝરાયેલે સોમવારે કહ્યું કે તે ખાદ્ય અને વીજ પૂરવઠો બંધ સહિત ગાઝાની સંપૂર્ણ નાકાબંધી લાદવા માટે આગળ વધી રહ્યું છે. મિડલ ઇસ્ટ આઇના જણાવ્યા અનુસાર, શનિવારે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ઇઝરાયેલે વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખ્યા પછી ગાઝા સંપૂર્ણ વીજ અંધારપટનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાન્ટે કહ્યું કે ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. વીજળી નથી, ખોરાક નથી, બળતણ નથી… બધું બંધ છે. તેમણે કહ્યું કે અમે માનવ પ્રાણીઓ સામે લડી રહ્યા છીએ. આ સાથે ઈઝરાયેલે ગાઝા પર ફરીથી કબજો કરવા માટે તેના 1 લાખ સૈનિકોને યુદ્ધના મેદાનમાં તૈનાત કર્યા છે. મળતી માહિતી અનુસાર હમાસે 2007માં પેલેસ્ટિનિયન દળો પાસેથી સત્તા આંચકી લીધી ત્યારથી ઈઝરાયેલ અને ઈજિપ્તે ગાઝા પર વિવિધ સ્તરની નાકાબંધી લાદી છે.

બંને પક્ષે લગભગ 1,100 લોકોએ જીવ ગુમાવ્યા

ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચેના ત્રણ દિવસના સંઘર્ષ પછી નાકાબંધીનો આદેશ આવ્યો છે, જેમાં બંને પક્ષે લગભગ 1,100 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલમાં 44 સૈનિકો સહિત 700થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ હમાસ પર હુમલો કરીને આતંકવાદી સંગઠનનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સોમવારે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે ગાઝાની આસપાસના તમામ સમુદાયો પર નિયંત્રણ પાછું લઈ લીધું છે. IDFના પ્રવક્તા રીઅર એડ્મ. ડેનિયલ હગારીને જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળો અને હમાસ વચ્ચે કોઈ લડાઈ ચાલી રહી નથી અને IDFએ ગાઝા પટ્ટીની આસપાસના તમામ સમુદાયો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.

આ પણ  વાંચો-ISRAEL-PALESTINE WAR : ઇઝરાયેલે ગાઝામાં હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું

Tags :
Advertisement

.

×