મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદનો પુત્ર પાકિસ્તાનમાં ચૂંટણી લડશે
26-11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સામે ચૂંટણી લડશે. તેમણે લાહોરના NA-122 મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે. ઈમરાન ખાને પણ આ જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.પાકિસ્તાનમાં આવતા વર્ષે 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ પાર્ટી હાફિઝ સઈદે બનાવી છે. તેનું ચૂંટણી ચિન્હ ખુરશી છે.
હાફિઝ સઇદ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML)ની સાથે છે. આ પાર્ટીનું કહેવું છે કે આ એક રાજકીય પાર્ટી છે અને તેમનું ચૂંટણી ચિન્હ ખુરસી છે. એક વીડિયો સંદેશમાં PMMLના અધ્યક્ષ ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે- તેમની પાર્ટી દેશના અનેક પ્રાંતમાંથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું- અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને એક ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માગીએ છીએ. તે NA-130 લાહોર થી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સુપ્રીમો અને પૂર્વવડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યાં છે.
આતંકીનો દીકરો પણ ચૂંટણી મેદાનમાં
હાફિઝ સઇદનો પુત્ર તલ્હા સઇદ લાહોરના NA-127થી ચૂંટણી લડી રહ્યો છે. જો કે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) હાફિઝ સઇદની સાથે સંબંધથી ઈનકાર કરે છે. તેણે સોમવારે દાવો કર્યો કે- PMMLને હાફિઝ સઇદનું કોઈ સમર્થન નથી. જો કે આ પહેલા થયેલી ચૂંટણીમાં તેઓ એક પણ સીટ મેળવવામાં સફળ થયા ન હતા. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે, ત્યારે આતંકી હાફિઝ સઇદે પણ પાકિસ્તાનની રાજનીતિમાં સક્રિયતા દાખવી છે.2024ની ચૂંટણી માટે MML પર પ્રતિબંધના કારણે PMMLનું ગઠન કરાયું. અમેરિકાએ આતંકી હાફિઝ સઇદ પર 10 મિલિયન અમેરિકી ડોલરનું ઈનામ રાખ્યું છે. સઇદના નેતૃત્વવાળા JUD લશ્કર એ તૈયબાનું સંગઠન છે, જે 2008માં મુંબઈ હુમલામાં સામેલ હતા, જેમાં છ અમેરિકીઓ સહિત 166 લોકોના મોત નિપજ્યા હતા.
2024માં યોજાનારી ચૂંટણી માટે PMML પાર્ટીની રચના
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં સ્થાપિત મુસ્લિમ લીગ (MML) પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવાનો રાજકીય ચહેરો હતો. તેણે લગભગ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ખાસ કરીને પંજાબ પ્રાંતમાં તેને જીતવા માટે જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ તે એક પણ સીટ જીતી શકી નથી. MML પરના પ્રતિબંધને કારણે વર્ષ 2024માં યોજાનારી ચૂંટણી માટે PMML પાર્ટીની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો -‘INDIA’ ગઠબંધનમાં સીટ વહેંચણી પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું


