Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan Election: સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાની ઉમેદવારી, જાણો કોણ છે ડૉ. સવીરા પ્રકાશ?

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ 16મી નેશનલ એસેમ્બલી ઇલેક્શન માટે મતદાન યોજાશે, જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જો કે, આ વચ્ચે મોટા સમાચાર એ છે કે આ વખતે પાકિસ્તાનમાં થનારી આ સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર અલ્પસંખ્યક મહિલા ડો. સવીરા...
pakistan election  સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાની ઉમેદવારી  જાણો કોણ છે ડૉ  સવીરા પ્રકાશ
Advertisement

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ 16મી નેશનલ એસેમ્બલી ઇલેક્શન માટે મતદાન યોજાશે, જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જો કે, આ વચ્ચે મોટા સમાચાર એ છે કે આ વખતે પાકિસ્તાનમાં થનારી આ સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર અલ્પસંખ્યક મહિલા ડો. સવીરા પ્રકાશે (Dr. Saveera Prakash) એક બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

ખરેખર, ડૉ. સવીરા પ્રકાશે ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની બેઠક પરથી સત્તાવાર રીતે તેમનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું છે. હિન્દુ સમુદાયથી આવતા ડૉ. સવીરા પ્રકાશના પિતા ઓમ પ્રકાશ છેલ્લા 35 વર્ષથી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીથી (PPP) જોડાયેલા છે. તેઓ એક સેવા નિવૃત્ત ડોક્ટર પણ છે. ડૉ. સવીરા પ્રકાશે પણ પિતાની જેમ હવે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુનેરના (Buner) એક સ્થાનિક નેતા ઇમરાન નૌશાદ ખાને કહ્યું કે તેઓ કોઈ પણ ચિંતા કર્યા વિના સવીરાનું સમર્થન કરી રહ્યા છે.

Advertisement

ગરીબો અને મહિલાઓના કલ્યાણ માટે કામ કરીશ: સમીરા પ્રકાશ

Advertisement

ડૉ. સવીરાએ પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ તેમના પિતાની જેમ જ તેમના વિસ્તારમાં ગરીબો અને મહિલાઓના કલ્યાણ માટે કામ કરશે. તેમણે શુક્રવારે એટલે કે 23 ડિસેમ્બરે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે, હું મેડિકલ ફિલ્ડમાંથી છું અને માનવતાની સેવા કરવી એ અમારા ખૂનમાં હોય છે. તેમણે કહ્યું કે, સરકારી હોસ્પિટલની દુર્દશા અને હોસ્પિટલોમાં ડોક્ટરોની દયનીય સ્થિતિએ મને આ ચૂંટણી લડવા માટે પ્રેરણા આપી છે. જણાવી દઈએ કે, ડૉ. સવીરા પ્રકાશ એ 2022માં એબટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસનો (MBBS) અભ્યાસ કર્યો હતો. તેઓ બુનેરમાં પીપીપી મહિલા વિંગના મહાસચિવ પણ છે.

આ પણ વાંચો - કોમર્શિયલ શિપ પ્લુટો પહોંચ્યું મુંબઈ, અરબી સમુદ્રમાં ડ્રોન હુમલો થયો, જુઓ તસવીરો

Tags :
Advertisement

.

×