Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વ્હાઈટ હાઉસ પહોંચ્યા PM Modi, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કર્યુ સ્વાગત

Narendra Modi બુધવારે યોગ દિવસના કાર્યક્રમ બાદ વોશિંગ્ટન પહોંચ્યા હતા. અહીં તેમને યુએસ આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટ પર ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું...
વ્હાઈટ હાઉસ પહોંચ્યા pm modi  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કર્યુ સ્વાગત
Advertisement

Narendra Modi બુધવારે યોગ દિવસના કાર્યક્રમ બાદ વોશિંગ્ટન પહોંચ્યા હતા. અહીં તેમને યુએસ આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટ પર ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ભારતીયોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. તેમણે ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છા પાઠવી હતી. આ પછી પીએમ મોદી જીલ બિડેન સાથે વર્જીનિયા ગયા હતા.

Advertisement

વોશિંગ્ટન પહોંચ્યા બાદ પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે જીલ બિડેન પણ હાજર રહી હતી . આ દરમિયાન પીએમ મોદીએ બંને નેતાઓ સાથે વાતચીત કરી હતી. આજે રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઈડન તેમના માટે ડિનરનું આયોજન કર્યું છે. તે જ સમયે, પીએમ મોદીને મળ્યા પછી જીલ બાઈડને ડિનરને લઈને ઘણી વાતો શેર કરી

Advertisement

જનરલ ઈલેક્ટ્રિકના CEO PM મોદીને મળ્યા

જનરલ ઈલેક્ટ્રીકના સીઈઓ એચ. લોરેન્સ કલ્પ જૂનિયરે વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

'મોદી-બાઇડનની બેઠક 10-15 વર્ષની ભાગીદારી નક્કી કરશે'

રાષ્ટ્રપતિ બાઇડન સાથે પીએમ મોદીની મુલાકાતને લઈને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (એનએસસી)ના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન કોઓર્ડિનેટર જોન કિર્બીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં બંને નેતાઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક આગામી 10 થી 15 વર્ષ માટે બંને દેશો વચ્ચેની ભાગીદારીને પરિભાષિત કરશે.  આગામી થોડા દિવસોમાં અમે સંરક્ષણ સહયોગ, સાયબર, સ્પેસ, સપ્લાય ચેઇન અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આ બેઠક ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. અમને તેના માટે ઘણી આશાઓ છે.

PM મોદી માઈક્રોન ટેક્નોલોજીના સીઈઓને મળ્યા

પીએમ મોદીએ વોશિંગ્ટન ડીસીમાં માઈક્રોન ટેક્નોલોજીના સીઈઓ સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી હતી.

બંન્ને દેશો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત થશે

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વિશે છે. ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી છે. આ રાજકીય યાત્રા છે અને અગાઉની દ્ધિપક્ષીય મુલાકાતોથી અલગ છે. અન્ય પ્રવાસો સાથે તેની સરખામણી કરવી યોગ્ય નથી. આ પ્રવાસ બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છીએ.

ભારત અને અમેરિકાને વિકાસની ગતિ જાળવી રાખવા માટે પ્રતિભાઓની જરૂર છે

નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાને વિકાસની ગતિ જાળવી રાખવા માટે પ્રતિભાઓની જરૂર છે. એક તરફ અમેરિકામાં ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ અને અદ્યતન ટેકનોલોજી છે, તો ભારતમાં સૌથી વધુ યુવાનો છે. એટલા માટે મને વિશ્વાસ છે કે ભારત-યુએસ ભાગીદારી સતત વૈશ્વિક વિકાસનું એન્જિન સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડન સાથે વર્જીનિયાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પહોંચ્યા હતા. અહીં તેઓ ભારતીય અને અમેરિકન વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી સાથે સામેલ થવું સન્માનની વાત છે. કૌશલ્ય વિકાસ અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આપણ  વાંચો -THE WHITE HOUSE માં PM MODI કરશે ડિનર, જાણો મેનુ

Tags :
Advertisement

.

×