Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali 2023 : PM ઋષિ સુનકે દિવાળી કાર્યક્રમનું કર્યું આયોજન,વિશ્વભરમાં વસતા હિન્દુને પાઠવી શુભેચ્છા

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પહેલા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સુનકે બ્રિટન અને વિશ્વભરમાં વસતા હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. આ ખાસ અવસર પર ડાઉનિંગ સ્ટ્રીટમાં સુનક અને તેની પત્ની...
diwali 2023   pm ઋષિ સુનકે દિવાળી કાર્યક્રમનું કર્યું આયોજન વિશ્વભરમાં વસતા હિન્દુને પાઠવી શુભેચ્છા
Advertisement

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પહેલા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સુનકે બ્રિટન અને વિશ્વભરમાં વસતા હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. આ ખાસ અવસર પર ડાઉનિંગ સ્ટ્રીટમાં સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિ સાથે હિન્દુ સમુદાયના ઘણા લોકો જોડાયા હતા.

Image

Advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેટલીક તસવીરો શેર કરતા બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલયે લખ્યું હતું કે, વડાપ્રધાન ઋષિ સુનકે અંધકાર પર પ્રકાશની જીતની ઉજવણી હતી. દિવાળી પહેલા ડાઉનિંગ સ્ટ્રીટમાં હિન્દુ સમુદાયના મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ તસવીરોમાં યુકેના પીએમ અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ દીવા પ્રગટાવતા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં હાજર છે.બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયની પોસ્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'બ્રિટન અને સમગ્ર વિશ્વમાં દરેકને શુભ સવાર અને દિવાળીની શુભકામના.

Advertisement

Image

આ વર્ષે દિવાળી 12 નવેમ્બરે મનાવવામાં આવશે. દિવાળી જે પ્રકાશના તહેવાર તરીકે ઓળખાય છે, તે હિન્દુઓ માટે ઊંડું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. તે ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારા અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનું પ્રતીક છે.

સુનકે કહ્યું કે- તેમને હિંદુ હોવા પર ગર્વ

સુનક પંજાબી મૂળનો છે અને સાઉધમ્પ્ટનમાં જ્યાં તેમનો જન્મ થયો હતો તે મંદિરમાં નિયમિતપણે જાય છે. G20 સમિટ માટે તેમની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન તેમણે તેમની પત્ની સાથે નવી દિલ્હીના પ્રખ્યાત અક્ષરધામ મંદિરમાં પ્રાર્થના કરી હતી. ઋષિ સુનકે કહ્યું, 'મને હિંદુ હોવાનો ગર્વ છે અને મારો ઉછેર તે રીતે થયો છે. હું આવો જ છું... મારી બહેન અને મારા પિતરાઈ ભાઈ અને અમે બધાએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી. મારી પાસે મારી બધી રાખડીઓ છે.

આ પણ  વાંચો -હમાસ દ્વારા બનાવવામાં આવેલી ટનલ પર ઇઝરાયલે કર્યો રોકેટ હુમલો

Tags :
Advertisement

.

×