ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan: વિશ્વ બેંકએ પાકિસ્તાનના આર્થિક વ્યવસ્થાતંત્રની કરી કડી નિંદા

પાડોશી દેશ પાક. આર્થિક સંકટનું થયું શિકાર પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ બેંકે પાકિસ્તાનને લઈને કડક ટિપ્પણી કરી છે. પાકિસ્તાન માટે વિશ્વ બેંકના કન્ટ્રી હેડ નાજી બેનહસીને કહ્યું કે પાકિસ્તાનનો આર્થિક વિકાસ અમીર લોકો સુધી...
08:29 PM Dec 28, 2023 IST | Aviraj Bagda
પાડોશી દેશ પાક. આર્થિક સંકટનું થયું શિકાર પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ બેંકે પાકિસ્તાનને લઈને કડક ટિપ્પણી કરી છે. પાકિસ્તાન માટે વિશ્વ બેંકના કન્ટ્રી હેડ નાજી બેનહસીને કહ્યું કે પાકિસ્તાનનો આર્થિક વિકાસ અમીર લોકો સુધી...

પાડોશી દેશ પાક. આર્થિક સંકટનું થયું શિકાર

પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ બેંકે પાકિસ્તાનને લઈને કડક ટિપ્પણી કરી છે. પાકિસ્તાન માટે વિશ્વ બેંકના કન્ટ્રી હેડ નાજી બેનહસીને કહ્યું કે પાકિસ્તાનનો આર્થિક વિકાસ અમીર લોકો સુધી સીમિત છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનની આર્થિક નીતિઓનો લાભ ગરીબો સુધી પહોંચવામાં અસફળતા સાબિત થઈ છે.

વિશ્વ બેંકના પ્રતિનિધિ દ્વારા પાકિસ્તાનની સ્થિતિ જાહેર કરવામાં આવી

નેજી બેનહાસીને કહ્યું કે આના કારણે દેશ તેના પાડોશી દેશોથી પાછળ રહી ગયો છે. છેલ્લા વર્ષોમાં પાકિસ્તાનનું આર્થિક મોડલ બિનઅસરકારક બની ગયું છે અને દેશમાં ફરી ગરીબી વધવા લાગી છે. કારણ કે પાકિસ્તાનમાં આર્થિક વૃદ્ધિ ટકાઉ નથી અને તેથી આર્થિક નીતિમાં પણ ફેરફાર કરવો જોઈએ.

પાકિસ્તાનમાં આર્થિક વિકાસના લાભોથી ગરીબો રહ્યાં વંચિત

હાલમાં, પાકિસ્તાન પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોની જાળ પણ ફંસાયેલો દેશ છે. દેશમાં કૃષિ અને ઉર્જા ક્ષેત્રની ખામીઓ પણ દૂર કરવી જોઈએ. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર, નાજી બેનહસીને કહ્યું કે પાકિસ્તાન પાસે ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્માણ કરવાની તક છે. પરંતુ પાકિસ્તાનમાં સિસ્ટમ, દેવાનું પ્રમાણ વધારે અને આવકના સ્ત્રોતો ટકાઉ નથી. તેમજ લોકોના વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ ખૂબ મર્યાદિત છે.

આ પણ વાંચો: Japan Earthquake: જાપાનમાં ફરી એકવાર ભારે તીવ્રતા સાથે કુદરતી હોનારત સર્જાઈ

Tags :
EconomyCrisisGujaratFirstimfandworldbankinfrastructurePakistanworldbank
Next Article