Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UK New Visa Policy: હવે, UK માં વધતી વસ્તીને કારણે Visa Policy માં ફેરફાર નોંધાયા

UK New Visa Policy: આધુનિક World માં વસ્તીનું પ્રમાણ સૌથી મોટો વિષય છે. ત્યારે વિવિધ દેશ અને શહેરોમાં વિવિધ માપદંડો તૈયાર કરી વસ્તી વધારાને કાબુમાં લાવવામાં આવી રહી છે. તેના અંતર્ગત UK દ્વારા એક મહત્વનો નિર્ણય (UK New Visa Policy)...
uk new visa policy  હવે  uk માં વધતી વસ્તીને કારણે visa policy માં ફેરફાર નોંધાયા
Advertisement

UK New Visa Policy: આધુનિક World માં વસ્તીનું પ્રમાણ સૌથી મોટો વિષય છે. ત્યારે વિવિધ દેશ અને શહેરોમાં વિવિધ માપદંડો તૈયાર કરી વસ્તી વધારાને કાબુમાં લાવવામાં આવી રહી છે. તેના અંતર્ગત UK દ્વારા એક મહત્વનો નિર્ણય (UK New Visa Policy) લેવામાં આવ્યો છે.

Advertisement

UK ના PM ઋષિ સુનકે Britain માં વધતી વસ્તીને લઈને Visa માં નવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. Britain ના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, "અમે ઇમિગ્રેશન પર અંકુશ લાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. તેના અંતર્ગત 1 જાન્યુ. 2024 થી Britain માં આવતા વિદેશી વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને સાથે લાવી શકશે નહીં. જો કે, આ નિયમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને સરકારી શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

Advertisement

તેથી હવે, Britain માં ભણવા જતા વિદ્યાર્થીઓ તેમના પરિવારના કોઈ સભ્યને સાથે લઈ જઈ શકશે નહીં. આ નવા Visa નિયમ ગયા વર્ષે મે મહિના દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. કારણ કે PM સુનકને વધતા ઇમિગ્રેશનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

ગયા વર્ષે જૂનમાં બ્રિટને 1 લાખ 42 હજાર 848 વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. આ સંખ્યા 2022 ના આંકડા કરતાં 58 ટકા વધુ છે. Britain ના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, Britain માં મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે. આ કુલ વિદ્યાર્થીઓનો ત્રીજા ભાગ છે. અંડરગ્રેજ્યુએટ સ્તરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વૃદ્ધિ દર વર્ષે લગભગ 10 ટકા રહી છે. UK Home Office ના ડેટા અનુસાર, 2022-23 માં કુલ 1,39,700 ભારતીય વિદ્યાર્થીઓએ (કુલના 30 ટકા) UK માં ઉચ્ચ શિક્ષણના માધ્યમ હેઠળ પ્રવેશ મેળવ્યો હતો. British સરકારના નવા Visa નિયમો લાગુ થયા બાદ વિદેશ જતાં વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. તે ઉપરાંત આ નિયમો હેઠળ તેમને અનેક સુવિધાઓથી વંચિત રહેવું પડશે.

આ પણ વાંચો: Japan : બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર, એકમાં લાગી ભીષણ આગ, જુઓ Video

Tags :
Advertisement

.

×