Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુનિયાના સૌથી કમજોર સિંહનો Video થયો Viral, લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ

Viral Video: સોશિયલ મીડિયામાં અનેક વીડિયો અત્યારે વાયરલ થતા હોય છે. તેમાંથી ઘણા વીડિયો તો એવા હોય તે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. અત્યારે પણ એક આવો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો પોતાના...
દુનિયાના સૌથી કમજોર સિંહનો video થયો viral  લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ
Advertisement

Viral Video: સોશિયલ મીડિયામાં અનેક વીડિયો અત્યારે વાયરલ થતા હોય છે. તેમાંથી ઘણા વીડિયો તો એવા હોય તે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. અત્યારે પણ એક આવો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો પોતાના પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એક સિંહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોતા પહેલા તો કોઈ માને જ નહીં કે આ સિંહ હશે. સૌ જાણે છે કે, સિંહ સામાન્ય રીતે ખુબ જ હટ્ટાકટ્ટા અને બળવાને હોય છે. પરંતુ આ સિંહ તો સાવ સુકાઈ ગયેલો લાગી રહ્યો છે. આ સિંહને દુનિયાનો સૌથી કમજોર સિંહ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.

શું દુનિયાનો સૌથી કમજોર સિંહ હશે?

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં @latestkruger નામના એક એકાઉન્ટથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ સાથે નીચે લખવામાં આવ્યું છે કે, આ દુનિયાનો સૌથી કમજોર સિંહમાંથી એક છે. @latestkruger એ કેપ્સનમાં લખ્યું કે, ‘One of the frailest lions we’ve ever seen, Hanging on to what little remains...’ તમે પણ આ વીડિયોમાં જોઈ શકો છો કે, આ સિંહ કેટલો કમજોર છે. એવું લાગે છે કે જાણે આ સિંહ છે જ નહીં.

Advertisement

Advertisement

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત

આ ગુણો જાણ્યા પછી, જો તમે આ સિંહને જોશો, તો તમે તેને ભાગ્યે જ ઓળખી શકશો. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એકે પૂછ્યું, તે સિંહ છે કે સિંહણ? બીજાએ કહ્યું, શું તમે નાઇજીરીયાના પ્રાણી સંગ્રહાલયમાં નથી ગયા? આ વીડિયો ક્યાંનો છે તે ખબર નથી, પરંતુ સિંહની હાલત ચોંકાવનારી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લગભગ 18 હજાર લાઈક્સ મળી છે.

આ પણ વાંચો: Water Crisis in India: ભારતમાં આવશે મોટું જળ સંકટ, નજીકના ભવિષ્યમાં આ વિસ્તારો થઈ જશે સાવ સુકા

આ પણ વાંચો: Kidnapping: માતાએ પોતાના યુવાન પુત્ર માટે કર્યું 11 વર્ષની છોકરીનું અપહરણ, જાણો શું છે કારણ?

આ પણ વાંચો: પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીના પ્રેમીને મોકલ્યો બોમ્બ, બ્લાસ્ટમાં 2 ના મોત

Tags :
Advertisement

.

×