Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકામાં બની વધુ એક લોહિયાળ ઘટના, Birmingham Nightclub માં 13 લોકો ઉપર ગોળીબાર!

Birmingham Nightclub Firing Case: હાલમાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે આખા વિશ્વમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. અમેરિકાના બર્મિંગહામમાંથી હવે વધુ એક હિંસાની દર્દનાક ઘટના સામે આવી છે. બર્મિંગહામમાં રાત્રે એક નાઈટક્લબમાં (Birmingham Nightclub)...
અમેરિકામાં બની વધુ એક લોહિયાળ ઘટના  birmingham nightclub માં 13 લોકો ઉપર ગોળીબાર
Advertisement

Birmingham Nightclub Firing Case: હાલમાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે આખા વિશ્વમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. અમેરિકાના બર્મિંગહામમાંથી હવે વધુ એક હિંસાની દર્દનાક ઘટના સામે આવી છે. બર્મિંગહામમાં રાત્રે એક નાઈટક્લબમાં (Birmingham Nightclub) એક પાગલ વ્યક્તિએ શ્રેણીબદ્ધ ગોળીઓ ચલાવીને 13 લોકોને નિશાન બનાવ્યા હતા. પોલીસ હજુ સુધી આરોપીની ઓળખ શોધી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે 2 મહિલાઓ સહિત 4 લોકોના મોત થયા છે. આ નાઈટ ક્લબ અમેરિકાના અલાબામામાં આવેલી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

ગોળીબારમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા, 9 ઘાયલ

Advertisement

બર્મિંગહામમાં રાત્રે એક નાઈટક્લબમાં (Birmingham Nightclub) થયેલી હિંસાનો લોહિયાળ કિસ્સો હવે સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 27મી સ્ટ્રીટ નોર્થ પર એક નાઈટ ક્લબમાં રાત્રે 11 વાગ્યે બની હતી. એક વ્યક્તિએ ક્રૂરતાપૂર્વક 13 લોકોને ઉપર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે. નાઈટ ક્લબની અંદરથી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. તે જ સમયે, બહારથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 9 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ વર્ષે અમેરિકામાં સામૂહિક ગોળીબારના 293 કેસ નોંધાયા

મળતી માહિતીના અનુસાર, ગોળીબાર કરનારા ગુનાખોર વિશે હજી સુધી કઈ પણ જાણી શકાયું નથી. ગોળીબાર કોણે કર્યો? આ પાછળનો હેતુ શું છે? તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આરોપીઓને પકડવા માટે આસપાસના સીસીટીવી સ્કેન કરવામાં આવી રહ્યા છે. ફૂટેજમાં આરોપી દેખાશે તો તેની ઓળખ થશે. વધુમાં આ મામલે તપાસ અર્થે પોલીસ દ્વારા સ્થાનિકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અમેરિકામાં સામૂહિક ગોળીબારના 293 કેસ નોંધાયા છે. સરકારના શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ આવા કિસ્સાઓ ઘટી રહ્યા નથી.

આ પણ વાંચો : Nepal KP Sharma Oli: કેપી શર્મા ઓલી હશે નેપાળના નવા વડાપ્રધાન, આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ લેશે

Tags :
Advertisement

.

×