ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું Imran Khan ને મળશે મોતની સજા? જાણો પાકિસ્તાનના પૂર્વ PM પર કયા આરોપો લાગ્યા

Imran Khan : પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Pakistan Tehreek-e-Insaf) પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ કરી રહી છે. પાકિસ્તાન સરકાર (Pakistan Government) રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former Prime Minister Imran Khan)...
06:29 PM Jul 15, 2024 IST | Hardik Shah
Imran Khan : પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Pakistan Tehreek-e-Insaf) પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ કરી રહી છે. પાકિસ્તાન સરકાર (Pakistan Government) રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former Prime Minister Imran Khan)...
Imran Khan in Pakistan

Imran Khan : પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Pakistan Tehreek-e-Insaf) પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ કરી રહી છે. પાકિસ્તાન સરકાર (Pakistan Government) રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former Prime Minister Imran Khan) ની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી પર પ્રતિબંધ લગાવશે. આ પાર્ટીના વડા ઈમરાન ખાન છે, જે પાકિસ્તાનના પૂર્વ PM છે અને આ દિવસોમાં જેલમાં છે. તેમના પર રમખાણો ભડકાવવા, લાંચ લેવા અને રાજ્યના નેતા તરીકે તેમને આપવામાં આવેલી ભેટો વેચવાના આરોપો છે. પાકિસ્તાન સરકારે ઈમરાન ખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વિરુદ્ધ બંધારણની કલમ 6 હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

PTI પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ

ક્રિકેટની પીચ પરથી રાજકારણમાં પ્રવેશેલા અને પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા ઈમરાન ખાન હાલમાં જેલના સળિયા પાછળ છે. લાંબા સમયથી સંકટનો સામનો કરી રહેલા ઈમરાનની પાર્ટી પર પાકિસ્તાન સરકાર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. એટલું જ નહીં, પાકિસ્તાન સરકારે ઈમરાન ખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વિરુદ્ધ બંધારણની કલમ 6 હેઠળ કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે કલમ 6 હેઠળ આ કેસમાં મૃત્યુદંડની સજા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઇમરાનની પાર્ટીને સારી બેઠકો મળી હતી, પરંતુ તેઓ વિપક્ષમાં રહ્યા હતા. હવે તેમની પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે PTI વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લા તરારએ કહ્યું કે સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. હવે આ મામલાને આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે આ માંગ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. ઈમરાન ખાને 1996માં પીટીઆઈની રચના કરી હતી. 22 વર્ષ પછી એટલે કે 2018માં પાર્ટી સત્તામાં આવી અને ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની રાજકીય ઈનિંગ અણનમ રહી હતી અને 2022માં વિશ્વાસ પ્રસ્તાવમાં હાર્યા બાદ તેમને સત્તા છોડવી પડી હતી.

ઈમરાન ખાનને થઇ શકે છે ફાંસીની સજા!

તરારે વધુમાં કહ્યું કે ઈમરાન ખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વિરુદ્ધ બંધારણની કલમ 6 હેઠળ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવશે. આવી સ્થિતિમાં પહેલાથી જ મુશ્કેલીમાં રહેલા ઈમરાન ખાન માટે સંકટ વધુ ગંભીર બની ગયું છે. PTI અને તેના નેતાઓ સામેનો મુખ્ય આરોપ 9 મેના રમખાણો સાથે સંબંધિત છે. આરોપ છે કે PTI નેતાઓએ આ ઘટનામાં હિંસા ભડકાવી હતી. આ સિવાય PTIના નેતાઓ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે પાકિસ્તાન સરકારના સોદાને બગાડવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે. વળી, ઇમરાન ખાનને 9 મેના રોજ હિંસા ભડકાવવા બદલ સાઇફર કેસ, તોશાખાના કેસ, ગેરકાયદેસર લગ્ન કેસ અને આતંકવાદ વિરોધી કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 3 કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ, તે હજુ પણ રાજદ્રોહના કેસમાં ટ્રાયલ પર છે. જો આ મામલામાં તે દોષી સાબિત થશે તો ઈમરાન ખાનને ફાંસીની સજા પણ થઈ શકે છે.

આ પણ વાંચો - Pakistan : કથિત પુત્રીને લઈને Imran Khan ફરી મુશ્કેલીમાં, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ…

આ પણ વાંચો - Imran Riaz Khan Arrested: Pakistan સરકારની ટીકા કરનાર પત્રકારની પાક. ની ગુપ્તચર એજન્સીઓએ કરી ધરપકડ

Tags :
Anti-State ActivitiesArif Alvi ChargesConstitutional Article 6Corruption ChargesGujarat FirstHardik ShahImran KhanImran Khan and PTIImran Khan arrestImran Khan Article 6Imran Khan BanImran Khan Death PenaltyImran Khan Jailimran khan newsimran khan party ptiImran Khan Political FutureImran Khan TreasonInternational NewsPakistanPakistan Article 6Pakistan Constitutionpakistan governmentPakistan Government Actionspakistan government ban ptipakistan govtpakistan newsPakistan Political UnrestPakistan Politicspakistan tehreek e insaafPakistan Tehreek-e-InsafPolitical Crisis in PakistanPTIPTI BanPTI ProhibitionPTI Riots May 9Riots Incitementtehreek e insaf party ban in pakistanToshakhana Caseworld news
Next Article