ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UAE માં 2 ભારતીયોને મૃત્યુદંડની સજા, હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયા

UAE માં 2 ભારતીયોને મૃત્યુદંડની સજા હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયા ભારત સરકાર ન બચાવી શકી UAE: એઈમાં ભારતીય મૂળના બે લોકોને બે જુદી-જુદા હત્યા મામલે (two kerala men executed)મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. યુએઈની સર્વોચ્ચ અદાલતે યુએઈમાં રહેતા કેરળના...
05:34 PM Mar 06, 2025 IST | Hiren Dave
UAE માં 2 ભારતીયોને મૃત્યુદંડની સજા હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયા ભારત સરકાર ન બચાવી શકી UAE: એઈમાં ભારતીય મૂળના બે લોકોને બે જુદી-જુદા હત્યા મામલે (two kerala men executed)મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. યુએઈની સર્વોચ્ચ અદાલતે યુએઈમાં રહેતા કેરળના...
two kerala men executed in UAE

UAE: એઈમાં ભારતીય મૂળના બે લોકોને બે જુદી-જુદા હત્યા મામલે (two kerala men executed)મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. યુએઈની સર્વોચ્ચ અદાલતે યુએઈમાં રહેતા કેરળના બે ઇમિગ્રન્ટ્સને હત્યા બદલ મૃત્યુદંડ ફટકાર્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. બંને કેરળના રહેવાસી છે. તેમની ઓળખ મોહમ્મદ રિનાશ અને મુરલીધર પી. વી. તરીકે થઈ છે.

ભારતીય દૂતાવાસે પરિવારનો સંપર્ક કર્યો

ગુના બદલ આકરી સજા માટે જાણીતા યુએઈમાં મોહમ્મદ રિનાશે એક સ્થાનિક રહેવાસીની હત્યા કરી હતી. જ્યારે બીજા મુરલીધર પી. વી.એ એક ભારતીય મૂળના વ્યક્તિને જ મોતને ઘાટ ઉતાર્યો હતો. યુએઈએ આ અંગે ભારતીય દૂતાવાસને 28 ફેબ્રુઆરીના રોજ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે બંનેના પરિવારનો સંપર્ક સાધી તેમને આ અંગે માહિતી આપી હતી.

આ પણ  વાંચો -Trump on Pakistan: મુસાફરી પ્રતિબંધ લાગતા પાકિસ્તાનને થશે અસર?

સરકારે બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો

વિદેશ મંત્રાલયે અગાઉ બંનેના કેરળ સ્થિત રહેતા પરિવારનો સંપર્ક સાધી તેમને આશ્વાસન આપ્યું હતું કે, તે આ અંગે જરૂરી તમામ કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવવા તેમજ માફી આપવાની માગ કરતી અપીલ કરી હતી. તેમણે યુએઈની સર્વોચ્ચ અદાલત સમક્ષ તેમને દયા અને ક્ષમા કરવાની અરજી પણ કરી હતી. પરંતુ અદાલત પોતાનો ચુકાદો જાળવી રાખતા તેમને મૃત્યુદંડ આપવા પર અડગ રહી છે. માફીની માગ કરતી અરજી ફગાવી દેવામાં આવી છે. દૂતાવાસ હવે પ્રયાસ કરી રહ્યું છે કે, મૃતકોના પરિવાર તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થાય.

આ પણ  વાંચો -'વિદેશી વિદ્યાર્થીઓને જેલમાં મોકલવામાં આવશે અથવા દેશનિકાલ કરાશે', Donald Trump એ કેમ આપી 'ધમકી' ?

ઉત્તરપ્રદેશની એક મહિલાને પણ યુએઈમાં મૃત્યુદંડ

ઉત્તરપ્રદેશની શહેઝાદી ખાનને પણ અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં ચાર માસના બાળકની હત્યા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઇકોર્ટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા તેમજ તેમની દીકરીને બચાવી લેવાની માગ કરતી અરજી કરી હતી.

Tags :
death penaltyIndia NewsKeralatwo kerala men executed in UAEUAE
Next Article