ભારતના આ પડોશી દેશની જેલમાંથી એક સાથે 2700 કેદી થયા હતા ફરાર, 700 હજુ પણ પોલીસ પકડથી દૂર
Bangladesh Jail : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh Jail )ની જેલમાંથી 2700 થી વધુ કેદીઓ ફરાર થયાની ઘટના સામે આવી છે. આમાંથી લગભગ 700 કેદીઓ ઘણા મહિનાઓ પછી પણ પાછા ફર્યા નથી. આનાથી જેલ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાગી ગયેલા કેદીઓમાં ખતરનાક આતંકવાદીઓ અને ક્રૂર ગુનેગારોનો સમાવેશ થાય છે. આ ઘટના બાંગ્લાદેશની છે.
700 કેદીઓ હજી સુધી પકડાયા નથી (Bangladesh Jail )
દેશના ટોચના જેલ અધિકારીએ જણાવ્યું હતું કે જુલાઈ, 2024માં તત્કાલીન વડા પ્રધાન શેખ હસીના સામે શરૂ થયેલા વ્યાપક વિરોધ અને હિંસા દરમિયાન અંદાજે 2700 કેદીઓ વિવિધ જેલોમાંથી ભાગી ગયા હતા, જેમાંથી આશરે 700 કેદીઓ હજી સુધી પકડાયા નથી. આ માહિતી બાંગ્લાદેશના જેલ મહાનિરીક્ષક (IG પ્રિઝન) બ્રિગેડિયર જનરલ સૈયદ મુતાહર હુસૈને મંગળવારે આપી હતી.
નવ ઇસ્લામી આતંકવાદીઓ હતા (Bangladesh Jail )
તેમણે જણાવ્યું હતું કે ફરાર કેદીઓમાંના ઘણા અત્યંત જોખમી માનવામાં આવે છે. એમાં એવા ગુનેગારો પણ સામેલ છે, જેમને કોર્ટે મોતની સજા ફટકારી હતી. એ ઉપરાંત ઘણા ઇસ્લામી આતંકવાદીઓ પણ ફરાર કેદીઓમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે આ 700થી વધુ ફરાર કેદીઓમાં ઓછામાં ઓછા નવ ઇસ્લામી આતંકવાદીઓ છે. એ સાથે જ 69 એવા ગુનેગારો છે, જેમને ફાંસીની સજા કે આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી
આ પણ વાંચો -Donald Trump ની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો વર્લ્ડ મીડિયા શું કહ્યું
લેફ્ટનન્ટ જનરલ આંકડાની પુષ્ટિ કરી
ગૃહ મંત્રાલયના સલાહકાર, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમ ચૌધરીએ પણ આ જ આંકડાની પુષ્ટિ કરી હતી કે સેંકડો કેદીઓ હજુ સુધી જેલની બહાર છે અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે. જોકે જેલ વિભાગનો દાવો છે કે ભાગેલા કેદીઓમાંના ઘણા એવા હતા જેમની સજા લગભગ પૂરી થવા આવી હતી અને તેઓ સ્વયં પરત ફર્યા, કારણ કે ભાગવાની ઘટના કારણે પોતાની સજા વધુ ન વધે એમ તેઓ ઇચ્છતા હતા.
આ પણ વાંચો -Tariff War : ટ્રમ્પના 50 ટકા ટેરિફના કારણે 10 લાખ નોકરીઓ સંકટમાં,CTIની સરકાર સમક્ષ માગ
કેટલાક કેદીઓ સ્વેચ્છાએ પાછા ફર્યા
આ ઘટના ગયા વર્ષે જુલાઈમાં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ શરૂ થયેલા વ્યાપક વિરોધ અને હિંસા દરમિયાન બની હતી. આ રાજકીય અસ્થિરતા અને અંધાધૂંધીનો લાભ લઈને હજારો કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા.જેલ વિભાગનો દાવો છે કે, કેટલાક કેદીઓ સ્વેચ્છાએ પાછા ફર્યા હતા. કારણ કે તેમની સજા લગભગ પૂર્ણ થઈ ગઈ હતી, તેઓ ભાગી જવાના ગુનાને કારણે તેમની સજા લંબાવવા માંગતા નહોતા.


