ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂની હત્યાનું કાવતરૂ ઘડ્યું!
- ઇઝરાયેલના વડાપ્રધાનની હત્યાનું કાવતરૂ
- ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કર્યો
- ઇઝરાયલી પોલીસે પણ આ બાબતની પુષ્ટિ કરી
World News : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂની હત્યાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનો ખુલાસો ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કર્યો હતો. મીડિયા રીપોર્ટ પ્રમાણે મધ્ય ઇઝરાયેલમાં સરકાર વિરોધી એક્ટિવિસ્ટની બે અઠવાડિયા પહેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.હવે ઇઝરાયલી પોલીસે પણ આ બાબતની પુષ્ટિ કરી છે.
માહિતી મેળવવા માટે અન્ય વિરોધીઓનો સંપર્ક કર્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યાનું કાવતરૂ ઘડવા અંગે પોલીસ અને શિન બેટ સુરક્ષા એજન્સી દ્વારા 70 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ મહિલાએ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા વિશે શસ્ત્રો અને માહિતી મેળવવા માટે અન્ય વિરોધીઓનો સંપર્ક કર્યો હતો.મીડિયાના રીપોર્ટ પ્રમાણે તેલ અવીવની મહિલાની બે અઠવાડિયા પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને વડા પ્રધાન અને સરકારી ઇમારતોથી દૂર રહેવાના આદેશ સાથે મુક્ત કરવામાં આવી હતી.
BREAKING:
🇮🇱 Attempt to assassinate Netanyahu foiled
70yo woman from central Israel suspected of planning to kill Bibi with an explosive device — Kan 11 pic.twitter.com/vDEeOYwfda
— Megatron (@Megatron_ron) July 23, 2025
આ પણ વાંચો -US Japan Trade Deal: જાપાન અમેરિકામાં કરશે 550 અરબ ડૉલરનું રોકાણ
પોલીસે મહિલાની જાણકારી જાહેર કરી નથી
મીડિયા રીપોર્ટ પ્રમાણે ગત મંગળવારે મહિલા વિરુદ્ધ આતંકવાદ અને ગુનાહિત આરોપો નોંધવામાં આવ્યા હતાં . આ ઉપરાંત પોલીસે કહ્યું હતું કે કોર્ટ દ્વારા જારી કરાયેલા ગેગ ઓર્ડરને કારણે તે શંકાસ્પદ વ્યક્તિના નામ અને સરનામા વિશે માહિતી આપી શકતી નથી.ઘણા અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે ઇરાનના વિપક્ષી નેતાઓ કાર્યકરો વગેરે ઇઝરાયલના સંપર્કમાં છે. ઇરાનમાંથી પણ નેતન્યાહૂની હત્યા માટે કોલ કરવામાં આવ્યા છે.આવી સ્થિતિમાં લોકો આ મહિલાને ઇરાન સાથે પણ જોડી રહ્યા છે અને ઇરાન ઇઝરાયલમાં પણ તેનું ગુપ્તચર નેટવર્ક બનાવાઈ રહ્યું છે.


