Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America FBI arrested: અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી સહિત 8ની ધરપકડ!

Khalistani Terrorist Among 8 Men Arrested In California: અમેરિકાના કેલિફોર્નિયામાંથી એનઆઈએ દ્વારા વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી સહિત આઠ ભારતીય મૂળની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ અને ત્રાસ આપતી ગેંગ સાથે સંડોવણીના મામલે ધરપકડ થઈ છે. તેમને કેલિફોર્નિયાની સાન જોઆક્વિન કાઉન્ટી...
america fbi arrested  અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી સહિત 8ની ધરપકડ
Advertisement

Khalistani Terrorist Among 8 Men Arrested In California: અમેરિકાના કેલિફોર્નિયામાંથી એનઆઈએ દ્વારા વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી સહિત આઠ ભારતીય મૂળની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ અને ત્રાસ આપતી ગેંગ સાથે સંડોવણીના મામલે ધરપકડ થઈ છે. તેમને કેલિફોર્નિયાની સાન જોઆક્વિન કાઉન્ટી શેરિફ જેલમાં રાખવામાં આવ્યા છે. આ જેલના પોલીસ અધિકારીઓ પાંચ સર્ચ વોરંટ ઈશ્યૂ કર્યા હતાં. જેમાં આઠની ધરપકડ કરી હતી.

ગેંગની શોધમાં પાંચ સર્ચ વોરંટ જાહેર કર્યા હતાં

ઓથોરિટીએ જણાવ્યા પ્રમાણે, પાંચ હેન્ડગન, એક રાઈફલ અને હજારો રાઉન્ડનો દારૂગોળો જપ્ત કર્યો છે. તેમની પાસેથી 15,000 ડોલરથી વધુ રોકડ અને ઉચ્ચ ક્ષમતાવાળા મેગેઝિન પણ મળી આવ્યા હતા. 11 જુલાઈ, 2025ના રોજ, સાન જોઆક્વિન કાઉન્ટી શેરિફની ઓફિસ AGNET યુનિટ- સ્ટોકટન પોલીસ વિભાગ SWAT ટીમ, મેન્ટેકા પોલીસ વિભાગ SWAT ટીમ, સ્ટેનિસ્લોસ કાઉન્ટી શેરિફની ઓફિસ SWAT ટીમ અને FBI SWAT ટીમે અપહરણ અને ત્રાસ ગુજારતી ગેંગની શોધમાં પાંચ સર્ચ વોરંટ જાહેર કર્યા હતાં.

Advertisement

Advertisement

કોની કરી ધરપકડ?

  1.  દિલપ્રીત સિંહ
  2. અર્શપ્રીત સિંહ
  3.  અમૃતપાલ સિંહ
  4. વિશાલ
  5.  ગુરતાજ સિંહ
  6.  મનપ્રીત રંધાવા
  7.  સરબજીત સિંહ

એનઆઈએનો વોન્ટેડ પવિત્ર સિંહની પણ ધરપકડ

નોંધનીય છે કે પવિત્ર સિંહ બટાલા પંજાબનો એક ગેંગસ્ટર છે, જે કથિત રીતે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) નામના પ્રતિબંધિત આતંકવાદી જૂથ સાથે જોડાયેલો છે. હાલમાં તે ભારતની NIA દ્વારા આતંકવાદ સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યો છે. શેરિફના AGNET યુનિટે આ કાર્યવાહી હાથ ધરવા માટે સ્ટોકટન અને મેન્ટેકા પોલીસ ડિપાર્ટમેન્ટ, સ્ટેનિસ્લોસ કાઉન્ટી શેરિફ ઓફિસ અને FBIની SWAT ટીમ સાથે સહયોગ કર્યો હતો.

આ આરોપ હેઠળ કરી ધરપકડ

  •  અપહરણ
  •  ત્રાસ
  •  ખોટી રીતે ગોંધી રાખવા
  • ગુનાહિત ષડયંત્ર
  • સાક્ષીને રોકવા/ ધમકાવવા
  •  સેમી-ઓટોમેટિક હથિયારથી હુમલો
  •  આતંક મચાવતી ધમકીઓ
  •  ગુનાહિત ગેંગમાં વધારો

Tags :
Advertisement

.

×