Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રશિયન સેનામાં ભરતી થઇ હતી ભારતીયોની મોટી ફોજ, 16 ની ચાલી રહી છે ખોજ

MEA on Russia Ukraine War: બિનિલ બાબુના મોત અંગે વિદેશ મંત્રાલયે સંવેદનાઓ વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે
રશિયન સેનામાં ભરતી થઇ હતી ભારતીયોની મોટી ફોજ  16 ની ચાલી રહી છે ખોજ
Advertisement
  • રશિયા યુક્રેન વોરમાં અનેક ભારતીયો થયા શહીદ
  • 16 ભારતીયો હજી પણ રશિયામાં થયા છે ગુમ
  • વિદેશ મંત્રાલયે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે

MEA on Russia Ukraine War: બિનિલ બાબુના મોત અંગે વિદેશ મંત્રાલયે સંવેદનાઓ વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે, જેના કારણે પાર્થિવ શરીરને ભારત લાવવામાં આવી શકે.

ત્રિશુરના નાગરિક બિનિલ બાબુનું મોત

રશિયન-યુક્રેન જંગમાં કેરળના ત્રિશુરના નાગરિક બિનિલ બાબુના મોત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમનું મોત ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. મંત્રાલયે તેમના પરિવાર માટે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે અને આશ્વાસન આપ્યું છે કે, ભારતીય દુતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. જેમાં મૃત્યુ પામેલા ભારતીયોના પાર્થિવ શરીરમાં ઝડપથી ભારત લઇને આવી શકાય. વિદેશ મંત્રાલયે કહ્યું કે, રશિયન યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો મરાયા છે તો 16 લોકો ઘાયલ છે.

Advertisement

આ પણ વાંચો : PM મોદી કહેતા હતા કે ફ્રીની રેવડી વહેંચે છે કેજરીવાલ, હવે તેઓ શું પ્રસાદ વહેંચી રહ્યા છે

Advertisement

વિદેશ મંત્રાલયે સમગ્ર આંકડા કર્યા રજુ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, બિનિલ બાબુનું મોત ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. અમે તેમના પરિવારને પોતાના પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. અમારો દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે, જેથી તેનો પાર્થિવ શરીર ઝડપથી ભારત લાવી શકાય. એક અન્ય વ્યક્તિ જે ઘાયલ થયો હતો, તેનો મોસ્કોમાં સારવાર ચાલી રહી છે. આશા છે કે તે પણ પોતાની સારવાર પૂર્ણ થયા બાદ ઝડપથી ભારત પરત ફરશે. આજ સુધી (17 જાન્યુઆરી 2025) સુધી 126 મામલો (રશિયન સેનામાં સેવારત ભારતીય નાગરિક) સામે આવ્યા છે. આ 126 કિસ્સામાંથી 96 ભારતીયો ભારત પરત ફરી ચુક્યા છે અને તેમને રશિયન સશસ્ત્ર દળોને છુટ્ટી આપી દેવાઇ છે.

12 ભારતીયોના થયા મોત

રણધીર જયસ્વાલે કહ્યું કે, રશિયન સેનામાં 18 ભારતીય નાગરિક બચ્યા છે અને તેમાંથી 16 વ્યક્તિની માહિતી નથી. રશિયન પક્ષે તેમને ગુમ તરીકે વર્ગીકૃત કર્યા છે. અમે તે લોકોને ઝડપથી મુક્તિ અને સ્વદેશ પરત લાવવાની માંગ કરી રહ્યા છે જે બચેલા છે. 12 ભારતીય નાગરિકોનાં મોત થયા છે જે રશિયન સેનામાં સેવારત હતા.

આ પણ વાંચો : Saif Ali Khan Attack: 'અમે બધા ચિંતામાં' કરીના કપૂરના એક્સ બોયફ્રેન્ડની પ્રતિક્રિયા

18 માંથી 16 હજી પણ ગુમ

પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, રશિયન સેનામાં સેવારત્ત ભારતીય નાગરિકો અમારી પાસે કૂલ 126 મામલા સામે આવ્યા છે અને તેમાંથી 96 લોકો પહેલાથી જ ભારતીય પરત આવ્યા છે. રશિયન સશશ્ત્ર દળોની તરફથી તેમને રજા આપી દેવાઇ છે. 18 ભારતીય નાગરિકો હજી પણ યુદ્ધમાં છે. તેમાંથી 16 વ્યક્તિઓની માહિતી નથી મળી શકે. રશયિન અધિકારીઓ ગુમ થયેલા લોકોની યાદીમાં તેમનો સમાવેશ કર્યો છે.

રશિયાની સરકાર સામે ઉઠાવ્યો મુદ્દો

આ અઠવાડીયાની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તેમને રશિયાની સરકાર સાથે આ મુદ્દે દ્રઢતાથી ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ વાત બિનિલ બાબુના રશિયન મોર્ચા પર લડતા દરમિયાન મોત થયાના એક દિવસ બાદ કહી છે.

આ પણ વાંચો : રશિયન સૈન્યમાં લડી રહેલા 16 ભારતીયો 'ગુમ'! અત્યાર સુધીમાં 12 લોકોના મોત: વિદેશ મંત્રાલય

Tags :
Advertisement

.

×