Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક પાસવર્ડે ડુબાડી 158 વર્ષ જૂની કંપની: 700 લોકો થયા બેરોજગાર

એક નબળા પાસવર્ડે 700 લોકોની નોકરી છીનવી, રેન્સમવેર ગેંગે KNPનો ડેટા લૉક કરી કરોડોની ખંડણી માંગી
એક પાસવર્ડે ડુબાડી 158 વર્ષ જૂની કંપની  700 લોકો થયા બેરોજગાર
Advertisement
  • એક પાસવર્ડે ડુબાડી 158 વર્ષ જૂની કંપની: 700 લોકો થયા બેરોજગાર

લંડન, 24 જુલાઈ 2025: એક નબળો પાસવર્ડ કેવી રીતે એક સદીથી વધુ જૂની કંપનીનો વિનાશ કરી શકે? બ્રિટનની નોર્થમ્પટનશાયર સ્થિત KNP લોજિસ્ટિક્સની કહાણી આનું જીવંત ઉદાહરણ છે. 158 વર્ષ જૂની આ પરિવહન કંપની રેન્સમવેર હુમલાનો શિકાર બની જેના કારણે 700 કર્મચારીઓ બેરોજગાર થયા છે. આ હુમલો એટલો ઘાતક હતો કે કંપનીએ હંમેશ માટે દરવાજા બંધ કરવા પડ્યા છે.

શું થયું હતું?

Advertisement

2023માં‘અકિરા’ નામની રેન્સમવેર ગેંગે KNPના કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી. હેકર્સે એક કર્મચારીનો નબળો પાસવર્ડ અનુમાન લગાવીને સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો, જેના પગલે કંપનીનો તમામ ડેટા એન્ક્રિપ્ટ કરી દેવાયો અને આંતરિક સિસ્ટમ લૉક કરી દેવાઈ. હેકર્સે ખંડણીની માંગ કરી જેની રકમ આશરે 50 કરોડ રૂપિયા (£5 મિલિયન) હોવાનું અંદાજવામાં આવે છે. KNP પાસે આટલી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા ન હતી, જેના કારણે ડેટા કાયમ માટે ખોવાઈ ગયો અને કંપની નાદાર થઈ હતી.

Advertisement

KNPના ડિરેક્ટર પૉલ એબોટે જણાવ્યું, “અમે તે કર્મચારીને નથી કહ્યું કે તેના નબળા પાસવર્ડે કંપનીનો વિનાશ કર્યો, પરંતુ આ ઘટનાએ અમને સાયબર સુરક્ષાનું મહત્ત્વ શીખવ્યું.” એબોટ હવે અન્ય કંપનીઓને સાયબર ખતરાઓ વિશે જાગૃત કરવા વ્યાખ્યાનો આપે છે અને ‘સાયબર MOT’ જેવા કડક નિયમોની હિમાયત કરે છે, જેમાં વ્યવસાયોની IT સુરક્ષા નિયમિત ચકાસવામાં આવે.

બ્રિટનમાં રેન્સમવેરનો આતંક

KNPની ઘટના એકલી નથી. બ્રિટનમાં રેન્સમવેર હુમલાઓ ઝડપથી વધી રહ્યા છે. M&S, Co-op, અને Harrods જેવી મોટી કંપનીઓ પણ તાજેતરમાં હેકર્સનો શિકાર બની. Co-opના CEOએ જણાવ્યું કે તેના 65 લાખ સભ્યોનો ડેટા ચોરાઈ ગયો, જ્યારે M&Sને રેન્સમવેર હુમલામાં અઠવાડિયે 40 મિલિયન યૂરોનું નુકસાન થયું.

નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટર (NCSC)ના CEO રિચર્ડ હોર્ને ચેતવણી આપી, “કંપનીઓએ તેમના સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.” NCSCની ટીમ દરરોજ આવા હુમલાઓનો સામનો કરે છે, પરંતુ હેકર્સની સંખ્યા અને તેમના સરળ સાધનો આ લડાઈને પડકારજનક બનાવે છે.

નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ની સુઝેન ગ્રિમરે જણાવ્યું કે રેન્સમવેર હુમલાઓ બે વર્ષમાં લગભગ બમણા થઈ ગયા છે, હવે દર અઠવાડિયે 35-40 ઘટનાઓ નોંધાય છે. તેમણે ચેતવણી આપી કે, “2025 બ્રિટન માટે રેન્સમવેર હુમલાઓનું સૌથી ખરાબ વર્ષ બની શકે છે.” હેકર્સ હવે ફક્ત ટેકનિકલ હુમલા જ નથી કરતા પરંતુ IT હેલ્પડેસ્કને ફોન કરીને છેતરપિંડી કરે છે અથવા ડાર્ક વેબ પર ‘પ્લગ-એન્ડ-પ્લે’ હેકિંગ ટૂલ્સ ખરીદે છે.

રેન્સમવેર શું છે?

રેન્સમવેર એ એક પ્રકારનું મૅલવેર છે, જે કંપનીના ડેટાને એન્ક્રિપ્ટ કરી લૉક કરી દે છે અને તેને ખોલવા માટે ખંડણી માંગે છે. KNPના કિસ્સામાં, હેકર્સે લખ્યું, “જો તમે આ વાંચી રહ્યા છો તો તમારી કંપનીનું આંતરિક માળખું મરી ગયું છે. રડવાનું બંધ કરો અને ચર્ચા શરૂ કરો.” હવે આવા સાઈબર હુમલાઓ નાની-મોટી દરેક કંપની માટે મોટો ખતરો બની રહ્યા છે.

આ પણ વાંચો- Robert Vadra સામે વધી મુશ્કેલીઓ, મની લોન્ડ્રીંગ મામલે EDએ દાખલ કરી ચાર્જશીટ

Tags :
Advertisement

.

×