Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચમકતી છબી પર કલંક! ગોલ્ડ મેડલિસ્ટનો આતંકવાદી સાથે સંપર્ક?

ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમની છબી પર ડાઘ? અરશદ નદીમનો આતંકવાદી સાથેનો વીડિયો વાયરલ, સવાલો ઉભા અરશદ નદીમનો આતંકવાદી સાથે સંપર્ક શંકાસ્પદ પેરિસ ઓલિમ્પિક્સ (Paris Olympics) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને પાકિસ્તાનનું ગૌરવ વધારનારા અરશદ નદીમ (Arshad Nadeem) હાલમાં...
ચમકતી છબી પર કલંક  ગોલ્ડ મેડલિસ્ટનો આતંકવાદી સાથે સંપર્ક
Advertisement
  • ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમની છબી પર ડાઘ?
  • અરશદ નદીમનો આતંકવાદી સાથેનો વીડિયો વાયરલ, સવાલો ઉભા
  • અરશદ નદીમનો આતંકવાદી સાથે સંપર્ક શંકાસ્પદ

પેરિસ ઓલિમ્પિક્સ (Paris Olympics) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને પાકિસ્તાનનું ગૌરવ વધારનારા અરશદ નદીમ (Arshad Nadeem) હાલમાં એક વિવાદમાં ફસાઇ ગયા છે. પેરિસથી પાકિસ્તાન પહોંચ્યા બાદ દરેક જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેનો એક વીડિયો હેડલાઇન્સમાં આવ્યો છે. જેને લઈને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લશ્કર-એ-તૈયબાના આતંકી મોહમ્મદ હરિસ ડારને મળ્યો છે.

અરશદ નદીમ વિવાદમાં

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમ (Gold Medalist Arshad Nadeem) અને મોહમ્મદ હરિસ ડારનો એક સાથેનો વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં ડાર, નદીમને તેમની ઓલિમ્પિક સિદ્ધિ બદલ અભિનંદન આપતો જોવા મળ્યો હતો. મોહમ્મદ હરિસ ડાર, લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખ મિલ્લી મુસ્લિમ લીગનો સંયુક્ત સચિવ છે. લશ્કર-એ-તૈયબા એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે જેને 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદે સ્થાપ્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદથી જ અરશદ નદીમની છબી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. લોકોમાં આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આને રાષ્ટ્રીય હીરોની છબીને ઠેસ પહોંચાડવાનું કાવતરું માની રહ્યા છે, તો કેટલાક લોકો માને છે કે આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ.

Advertisement

અરશદ નદીમનો આતંકવાદી સાથેનો વીડિયો વાયરલ

પાકિસ્તાનના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા અરશદ નદીમ (Gold Medalist Arshad Nadeem) નું વતન પરત ફરતા ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નદીમ જ્યારે અહીં પહોંચ્યો ત્યારે તેનું 'વોટર કેનન સલામી'થી સ્વાગત કરવામાં આવ્યું હતું. નદીમ જ્યારથી તેના ઘરે પહોંચ્યો ત્યારથી તેને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આતંકવાદી ડાર કથિત રીતે અરશદ નદીમને પણ મળ્યો હતો. એક અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે X પરના OSINT (ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ) હેન્ડલે નદીમ અને દાર વચ્ચેની વાતચીતનો વીડિયો શેર કર્યો ત્યારે વિવાદ વધી ગયો. વીડિયોમાં ડારે નદીમની ઓલિમ્પિક સિદ્ધિની પ્રશંસા કરતા કહ્યું કે તેનાથી સમગ્ર મુસ્લિમ સમુદાયને ગર્વ થયો છે.

Advertisement

26/11ના માસ્ટરમાઇન્ડના પક્ષ સાથે કનેક્શન

લશ્કર-એ-તૈયબા એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિયુક્ત આતંકવાદી સંગઠન છે, અને મુહમ્મદ હરિસ ડાર મિલ્લી મુસ્લિમ લીગ (MML) માં સંયુક્ત સચિવનું પદ ધરાવે છે. મિલ્લી મુસ્લિમ લીગ એ લશ્કરના આતંકવાદી હાફિઝ સઈદ દ્વારા સ્થાપિત રાજકીય પક્ષ છે. MMLને વ્યાપક રીતે લશ્કર માટે મોરચો માનવામાં આવે છે. હાફિઝ સઈદને 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો:  પાકિસ્તાની ભૂતપૂર્વ ISI ચીફની ધરપકડ, સત્તાના દુરુપયોગના લાગ્યા આરોપો

Tags :
Advertisement

.

×