ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Japan ના ક્યૂસૂમાં આવ્યો 6.9 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામી માટે એલર્ટ જાહેર

Japan Earthquake: જાપાનના ક્યૂશૂ વિસ્તારમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જો કે હજી સુધી કોઇ પ્રકારના જાનમાલના નુકસાનના રિપોર્ટ સામે આવ્યા નથી. કોઇ વ્યક્તિ ઘાયલ પણ થઇ હોવાના અહેવાલો નથી આવી રહ્યા.
08:59 PM Jan 13, 2025 IST | KRUTARTH JOSHI
Japan Earthquake: જાપાનના ક્યૂશૂ વિસ્તારમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જો કે હજી સુધી કોઇ પ્રકારના જાનમાલના નુકસાનના રિપોર્ટ સામે આવ્યા નથી. કોઇ વ્યક્તિ ઘાયલ પણ થઇ હોવાના અહેવાલો નથી આવી રહ્યા.
Japan Earthquake

Japan Earthquake: જાપાનના ક્યૂશૂ વિસ્તારમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જો કે હજી સુધી કોઇ પ્રકારના જાનમાલના નુકસાનના રિપોર્ટ સામે આવ્યા નથી. કોઇ વ્યક્તિ ઘાયલ પણ થઇ હોવાના અહેવાલો નથી આવી રહ્યા.

ક્યૂશૂમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા

Kyushu Earthquake: જાપાનના ક્યૂશૂમાં સોમવારે જબરજસ્ત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલપર તેની તિવ્રતા 6.9 આંકવામાં આવી હતી. આ વાતની માહિતી એસોસિએટેડ પ્રેસ દ્વારા દેશના હવામાન એજન્સીના હવાલાથી આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ અનેક વિસ્તારો માટે ત્સુનામીની ચેતવણી પણ જાહેર કરી છે. જો કે હજી સુધી કોઇ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી. જો કે ભૂકંપ બાદ મિયાજાકીમાં 20 મીટર ઉંચી લહેરો ઉઠતી જોવા મળી હતી.

આ પણ વાંચો : LIVE: Maha kumbh 2025 Live : મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો, સવારથી દોઢ કરોડ લોકોએ સ્નાન કર્યું

ભૂકંપની ઉંડાઇ 37 કિલોમીટર હતી ઉંચી

યુરોપીય ભૂમધ્યસાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (EMSC) અનુસાર ભૂકંપની ઉંડાઇ 37 કિલોમીટર હતી. જાપાનમાં ભૂકંપ પર નજર રાખતી એજન્સી એનઇઆરવીએ જણાવ્યું કે, ભૂકંપ હ્યુંગા નાડા સાગરમાં આવ્યો હતો. જાપાનના હવામાન વિભાગીય એજન્સીએ કહ્યું કે, ભૂકંપ મિયાજાકી પ્રાંતમાં સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.29 વાગ્યે આવ્યો હતો. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં તેની તીવ્રતા 0થી 7માં 5 કરતા ઓછી હતી. મિયાજાકી અને કોચ્ચિ પ્રાન્તો માટે સુનામી અંગેની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

જાપાનમાં કેમ વારંવાર આવે છે ભૂકંપ

જાપાનના અનેક ટેક્ટોનિક પ્લેટો મળે છે તેવા સ્થળ પર આવેલું છે. જેના કારણે આ પ્લેટોમાં સતત હલચલ થતી રહેતી હોય છે. જેના કારણે કોઇ પણ પ્લેટમાં ફેરફાર આવે તો જાપાનમાં ભૂકંપ અનુભવાય છે. આ ઉપરાંત પ્રશાંત મહાસાગરના અગ્નિ વલય પર છે ,જે એક એવો વિસ્તાર છે જ્યાં ઘણી વખત ભૂકંપની ગતિવિધિઓ થતી રહેતી હોય છે.

આ પણ વાંચો : Gondal: 6 લાખની મુદ્દલ સામે 28 લાખનું વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોર આપતો હતો ધમકી, પોલીસે કરી ધરપકડ

સમગ્ર વિશ્વમાં આવી રહ્યા છે તબક્કાવાર ભૂકંપ

આ અગાઉ ગત્ત 8 ઓગસ્ટના રોજ જાપાનમાં 6.9 અને 7.1 તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. જેના કારણે ક્યૂશૂ અને શિકોકુના દક્ષિણ પશ્ચિમ દ્પીવ હલી ગયા હતા. હાલમાં જ તિબેટની અંદર છ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 7 જાન્યુઆરીએ આવેલા 7.1 ના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. 126 લોકોના મોત થયા હતા. અનેક મકાનો ધ્વસ્ત થઇ ગયા હતા. 300 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : Google ભક્તિના રંગમાં રંગાયુ, ફોનમાં મહાકુંભ લખો અને સ્ક્રીન ગુલાબની પાંખડીઓથી ભરાઈ જશે

Tags :
breaking newsearthquakeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati SamacharJapanJapan EarthquakeKyushuKyushu Earthquakelatest newsTrending News
Next Article