Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધી કુલ 585 ઈરાનીઓના થયા મૃત્યુ, સંયુક્ત આરબ અમીરાતે UNSC ને કરી અપીલ

ઈઝરાયલે 60 ફાયટર જેટથી ઈરાન પર હુમલા કરી દીધો છે. આ હુમલામાં કુલ 585 ઈરાનીઓના મૃત્યુ થયા છે. સેન્ટ્રલ ઈરાનમાં બેલેસ્ટિક મિસાઈલ લોન્ચર્સ પર પણ હુમલો કરાયો છે. વાંચો વિગતવાર.
ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધી કુલ 585 ઈરાનીઓના થયા મૃત્યુ  સંયુક્ત આરબ અમીરાતે unsc ને કરી અપીલ
Advertisement
  • ઈઝરાયલના ભયાનક હુમલામાં 585 ઈરાનીઓના મૃત્યુ થયા
  • સેન્ટ્રલ ઈરાનમાં બેલેસ્ટિક મિસાઈલ લોન્ચર્સ પર હુમલો કરાયો છે
  • યહૂદી શાસન પર કોઈ દયા નહીં રાખીએ - અલી ખામેનેઈ

Iran-Israel War : ઈઝરાયલે 60 ફાયટર જેટની મદદથી ઈરાનને ધમરોળી નાખ્યું છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલામાં 585 ઈરાની નાગરિકોના મૃત્યુ થયા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Seyyed Ali Khamenei)એ ધમકી આપી છે કે, યહૂદી શાસન પર કોઈ દયા નહીં રાખીએ. ઈઝરાયલના અનેક ઠેકાણા પર ઈરાને હુમલા કર્યા છે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાને પણ વળતો પ્રહાર
કર્યો છે.

ઈઝરાયલ-ઈરાન જંગ વચ્ચે અમેરિકાની મોટી તૈયારી

આ ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 1 કલાક 20 મિનિટ સુધી મોટી બેઠક યોજી છે. જેમાં ઈરાનના ફોર્ડો ન્યુક્લિયર સેન્ટર પર હુમલો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે. જેરૂસલેમ અને તેલ અવીવમાં અમેરિકી દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થિતિને પહોંચી વળવા અમેરિકાએ ફાયટર જેટ પણ મોકલ્યા છે. ડિએગો ગાર્સિયા બેઝ પર અમેરિકાના 4 B-52 વિમાનો તૈનાત કરી દેવાયા છે. યુરોપમાં 3 ડઝન રિફ્યુઅલિંગ વિમાનો રવાના કરાયા છે. અમેરિકી બેઝના રક્ષણ માટે સૈન્ય તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. હુતી બળવાખોરો રેડ સીમાં હુમલા શરૂ કરી શકવાની સંભાવનાને પગલે મધ્ય પૂર્વમાં અમેરિકાના 40 હજાર સૈનિક એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે અમેરિકાની આટલી તૈયારીઓ બાદ ઈરાન પણ અમેરિકન બેઝને નિશાન બનાવી શકે છે.

Advertisement

Iran-Israel War Gujarat First--+-+--

Iran-Israel War Gujarat First--+-+--

Advertisement

આ પણ વાંચોઃ Israel-Iran Conflict: ઇરાનમાં ઘૂસ્યા 50 ઇઝરાયલી ફાઇટર પ્લેન, જોરદાર બોમ્બમારો કરાયો

UNSC ને સંયુક્ત આરબ અમીરાતની અપીલ

ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં થઈ રહેલા ભયાનક નરસંહાર અને જાન-માલના અતિશય નુકસાનને પરિણામે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) દ્વારા યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલ (United Nations Security Council-UNSC) ને યુદ્ધ રોકવા માટે અપીલ કરવામાં આવી છે. યુએઈ અનુસાર યુદ્ધની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. યુએઈએ દાવો કર્યો છે કે, વાતચીત અને રાજદ્વારી ચર્ચાથી સંઘર્ષને રોકી શકાય છે. ઈરાનના રાષ્ટ્રપતિ મહમૂદ પઝિશ્ક્યાને વાતચીત કરી છે. UAEએ કહ્યું, મુશ્કેલ સમયમાં ઈરાનની સાથે છીએ.

Iran-Israel War Gujarat First--+-+---

Iran-Israel War Gujarat First--+-+---

આ પણ વાંચોઃ G7 Summit : વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી વિશદ ચર્ચા-વિચારણા

Tags :
Advertisement

.

×