Afghanistan: 13 વર્ષના બાળકે પરિજનોના હત્યારાને આપી ‘સજા-એ-મોત’, જાહેરમાં આરોપીને ગોળી મારી
- Afghanistan માં 13 વર્ષના બાળકે લીધો પરિવારજનોના મોતનો બદલો
- સરાજાહેરમાં હત્યારાને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો
- તાલિબાની સુપ્રીમકોર્ટે આરોપીને સંભળાવી હતી ફાંસીની સજા
- તાલિબાની અધિકારીએ બાળકના હાથમાં પકડાવી બંદૂર
- આદેશ મળતા બાળકે દોષિતને એક પછી એક ગોળીએ વિંધી નાખ્યો
- સજા જોવા ચીફ જસ્ટિસ સહિત અધિકારીઓ સ્થળ પર રહ્યા હાજર
Afghanistan ના ખોસ્ત પ્રાંતમાં એક ચર્ચાસ્પદ ઘટના ઘટી છે. 80 હજાર લોકોની ભીડથી ભરેલા સ્ટેડિયમમાં 13 વર્ષના બાળકે હાથમાં ગન ઉપાડીને આરોપીને વિંધી નાખ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, 13 વર્ષના બાળકે ગોળી મારીને આરોપીને સજા આપી છે. જે યુવકને સરાજાહેરમાં ગોળીએ દીધો હતો, તેના પર આરોપ છે કે, બાળકના પરિવારના 13 સભ્યોની તેણે હત્યા કરી હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ હતો.
Afghanistan માં આરોપીને ફટકારવામાં આવી હતી ફાંસીની સજા
Afghanistan માં તાલિબાન સરકાર શાસન કરી રહી છે. તાલિબાન (TALIBAN) કાયદા મુજબ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. કાયદા મુજબ આરોપીને ફાંસી આપવાની તૈયારી કરવામાં આવી હતી. આરોપીને ફાંસીના માંચડે ચઢાવવામાં આવે તે પહેલા અધિકારીઓએ બાળકને તેની ઈચ્છા પૂછી હતી. બાળકને પૂછવામાં આવ્યું હતું કે, શું તે હત્યારાને માફ કરશે?.
Afghanistan માં પરિવાર ગુમાવનાર બાળકે આપ્યું હત્યારાને મોત
અધિકારીઓએ હત્યારાને માફ કરવાનો સવાલ પૂછતા માસૂમ બાળકે સ્પષ્ટ ઈનકાર કર્યો. એકસાથે 13-13 સ્વજનો ગુમાવનાર બાળકે આરોપીને મોતની સજા મળે તેવી માગ યથાવત રાખી હતી. જવાબ સાંભળ્યા પછી તાલિબાની અધિકારીએ આગળ વધીને બાળકના હાથમાં બંદૂક પકડાવી દીધી હતી. અને બાળકને દોષિત પર ગોળીબાર કરવાની સૂચના આપી. આ સાથે જ બાળકે દોષિત પર ધડાધડ ફાયરિંગ કર્યું.
આરોપી અને મૃતક બંને સંબંધી હતા
મળતી માહિતી મુજબ જે દોષિતને જાહેરમાં મોતને ઘાત ઉતારવામાં આવ્યો તેનું નામ મંગાલખાન હતું. તેણે અબ્દુલ રહમાન નામના શખ્સની હત્યા કરી હતી. ખોસ્ત પ્રાંતની પોલીસે જણાવેલી વિગતો પ્રમાણે આરોપી મંગાલખાન અને અબ્દુલ રહમાન બંને સંબંધી હતા. આ કેસમાં તાલિબાનની સુપ્રીમકોર્ટે અન્ય બે દોષિતોને પણ મોતની સજાનું એલાન કર્યું છે. પરંતુ પીડિત પરિવારના સભ્યો હાજર ન હોવાના લીધે બંને દોષિતોને ફાંસી આપવામાં નહોતી આવી.
ઘટના જોવા માટે લોકોને બોલાવવામાં આવ્યા
આરોપીને સજા આપવાના એક દિવસ પહેલા તાલિબાની પ્રશાસને જનતાને નોટિસ આપીને સ્થળ પર હાજર રહેવા નિર્દેશ આપ્યા હતા. ખોસ્તમાં આવેલા સેન્ટ્રલ સ્ટેડિયમમાં એકત્ર થવાની સૂચના આપવામાં આવી હતી. નોંધનીય છે કે, તાલિબાન કાયદા મુજબ કોઈ પણ આરોપીને જાહેરમાં સજા ફટકારવામાં આવે છે.
સજા જોવા માટે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ પણ સ્થળ પર પહોંચ્યા
મંગલાખાનની જાહેરમાં મોતની સજા ફટકાર્યા પછી તાલિબાન (TALIBAN) ના સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ, ખોસ્તના રાજ્યપાલ, અપીલીય કોર્ટના પ્રમુખ અને સરકારી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. મંગલાખાનના મોત પછી કોર્ટે પ્રેસનોટ જાહેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, આરોપીને મોતના બદલામાં જાહેરમાં મોતની સજા આપવામાં આવી છે.
Afghanistan | 13 વર્ષના બાળકે ગોળી મારીને દોષિતને મોતને ઘાટ ઉતાર્યો! | Gujarat First
અફઘાનિસ્તાનના ખોસ્તમાં ચોંકાવનારી ઘટના
પરિવારના હત્યારાની જાહેરમાં ગોળી મારી હત્યા
80 હજાર લોકોની હાજરીમાં સગીરે લીધો બદલો
હત્યા કરનારા દોષિત મંગલને સરાજાહેરમાં સજા
13 વર્ષના બાળકના 13 પરિજનની… pic.twitter.com/VPaTjwjVPY— Gujarat First (@GujaratFirst) December 3, 2025
કોણ હતો આરોપી?
મંગલાખાન મૂળ પકતિયા પ્રાંતનો રહેવાસી હતો. અને તે ખોસ્ત પ્રાંતમાં રહેતો હતો. મંગલાખાને ખોસ્તમાં રહેનારા અબ્દુલ રહમાન, સાબિત અને અલીખાનની હત્યા કરી હતી. આ કેસમાં તાલિબાન (TALIBAN) ની ત્રણ ન્યાયાલય પ્રાથમિક, અપીલીય અને તમીઝના આદેશ મુજબ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ત્રણેય ન્યાયાલયે સર્વાનુમતે ‘કિસાસ’ એટલે કે, મોતના બદલે મોતની સજા સંભળાવી હતી. આ નિર્ણયની અંતિમ મંજૂરી માટે તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલવી હિબતુલ્લાહ અખુંદઝાદા (Hibatullah Akhundzada) પાસે મોકલવામાં આવ્યો હતો. તેમણે પણ આ સજાને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો-India Airport Technical Glitch: દેશના અનેક એરપોર્ટ્સ પર ચેક-ઇન સિસ્ટમ ઠપ, બેંગલુરુમાં 42 ફ્લાઇટ્સ રદ


