Afghanistan Internet Blackout: તાલિબાને દૂરસંચાર સેવાઓ પર મૂક્યો પ્રતિબંધ
- તાલિબાન સરકારનો અફધાનિસ્તાનમાં દૂરસંચાર સેવા પર પ્રતિબંધ (Afghanistan Internet Blackout)
- ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટને કાપી નાખ્યાના બાદ લેવાયો નિર્ણય
- આંતરરાષ્ટ્રીય મીડિયાની ઓફિસમાં પણ સંપર્ક તૂટી ગયો
- એરપોર્ટ અને બેંકિંગ સેવાઓ પર પ્રભાવિત થયુ
Afghanistan Internet Blackout : તાલિબાન સરકારે સમગ્ર અફઘાનિસ્તાનમાં દૂરસંચાર સેવાઓ પર વ્યાપક પ્રતિબંધ મૂક્યો છે. ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટને કાપી નાખ્યાના થોડા અઠવાડિયા પછી આ પગલું લેવામાં આવ્યું છે. ઇન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા નેટબ્લોક્સ (NetBlocks) અનુસાર, દેશ હાલમાં સંપૂર્ણપણે ઇન્ટરનેટ બ્લેકઆઉટનો સામનો કરી રહ્યો છે. રાજધાની કાબુલમાં સ્થિત આંતરરાષ્ટ્રીય મીડિયાની ઓફિસો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
મોબાઇલ ઇન્ટરનેટ, સેટેલાઇટ ટીવી અને અન્ય સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ થવાથી કાબુલ એરપોર્ટ પરથી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. રાજદ્વારી અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ ઇન્ટરનેટ પ્રતિબંધોને કારણે બેન્કિંગ અને ઇ-કોમર્સ સિસ્ટમ પર મોટો ફટકો પડી શકે છે, જેના કારણે દરેક ક્ષેત્રના કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે.
તાલિબાને કારણ આપ્યું નથી
તાલિબાન દ્વારા આ પ્રતિબંધનું કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, સ્થાનિક અહેવાલો સૂચવે છે કે "અનૈતિકતાઓ રોકવા" માટે ઇન્ટરનેટને ફિલ્ટર કરવાની યોજના પર વિચારણા થઈ રહી છે. પરંતુ આ પગલાથી હવે સામાન્ય સેવાઓના સંચાલનમાં પણ અવરોધ આવી રહ્યો છે.
⚠️ Update: #Afghanistan is now in the midst of a total internet blackout as Taliban authorities move to implement morality measures, with multiple networks disconnected through the morning in a stepwise manner; telephone services are currently also impacted pic.twitter.com/AlB6Tum8Dp
— NetBlocks (@netblocks) September 29, 2025
આમ જનતા, ખાસ કરીને મહિલાઓ મુશ્કેલીમાં
અફઘાન નાગરિકોએ જણાવ્યું છે કે ઇન્ટરનેટ બંધ થવાથી તેમનું શિક્ષણ અને કામકાજ ખોરવાઈ ગયું છે. એક પિતાએ કહ્યું કે તેમની પુત્રીઓના ઓનલાઈન ક્લાસ અટકી ગયા છે, અને ઘણી મહિલા વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે હવે તેમના અભ્યાસ અને નોકરીની આશાઓ તૂટી ગઈ છે. પૂર્વ સાંસદ મરિયમ સોલેમનખિલે સોશિયલ મીડિયા પર એલોન મસ્કને ટેગ કરીને લખ્યું કે અફઘાન અવાજોની ઓનલાઈન ખામોશી બહેરા કરી દે તેવી છે. અફઘાન પત્રકાર હામિદ હૈદરીએ ટિપ્પણી કરી કે ઇન્ટરનેટ ડિસ્કનેક્શનના મામલામાં અફઘાનિસ્તાન હવે ઉત્તર કોરિયા જેવું બની ગયું છે.
સૌથી વધુ મહિલાઓને પડશે અસર
તાલિબાનના નિયંત્રણોની સૌથી વધુ અસર મહિલાઓ પર પડી છે. તેમને શાળાઓ અને યુનિવર્સિટીઓથી પહેલેથી જ દૂર કરવામાં આવી છે. હવે ઇન્ટરનેટ બંધ થતાં, તેમના અભ્યાસનો છેલ્લો સ્રોત પણ સમાપ્ત થઈ ગયો છે. અગાઉ, તાલિબાને મહિલાઓ દ્વારા લખાયેલા પુસ્તકોને સિલેબસમાંથી દૂર કરીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, અને મહિલા લેખકોને આગળ લખવા પર પણ પાબંદી લગાવી હતી.
આ પણ વાંચો : London: 2 ઓક્ટોબર પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમા પર તોડફોડ, આ હુમલા પાછળ કોણ છે?


