Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chikungunya Virus : ચીનમાં કોરોના બાદ હવે ચિકનગુનિયાનો કહેર, 7000 કેસ મળતા તંત્રએ જાહેર કર્યુ એલર્ટ

ચિકનગુનિયાના 7000 કેસોને કારણે ચીનમાં ગભરાટ ફેલાયો છે. WHO એ ચિકનગુનિયાના કેસ વધવાની ચેતવણી આપી છે. ચિકનગુનિયાને રોકવા માટે, મચ્છરોથી બચવું મહત્વપૂર્ણ છે. Chikungunya Virus : કોરોના બાદ ચીનના ગુઆંગ્ડોંગ શહેરમાં લગભગ 7,000 લોકોમાં ચિકનગુનિયાના (Chikungunya Virus)કેસ જોવા મળ્યા...
chikungunya virus   ચીનમાં કોરોના બાદ હવે ચિકનગુનિયાનો કહેર  7000 કેસ મળતા તંત્રએ જાહેર કર્યુ એલર્ટ
Advertisement
  • ચિકનગુનિયાના 7000 કેસોને કારણે ચીનમાં ગભરાટ ફેલાયો છે.
  • WHO એ ચિકનગુનિયાના કેસ વધવાની ચેતવણી આપી છે.
  • ચિકનગુનિયાને રોકવા માટે, મચ્છરોથી બચવું મહત્વપૂર્ણ છે.

Chikungunya Virus : કોરોના બાદ ચીનના ગુઆંગ્ડોંગ શહેરમાં લગભગ 7,000 લોકોમાં ચિકનગુનિયાના (Chikungunya Virus)કેસ જોવા મળ્યા છે, જ્યારે ફોહશાન શહેરમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ દર્દીઓને રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી હોસ્પિટલમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાર્મા સ્ટોર્સને ચિકનગુનિયાની દવા લેનારા લોકોની યાદી બનાવવા જણાવાયું છે. મળતી માહિતી મુજબ ચીનમાં 70% વિસ્તારો આનાથી પ્રભાવિત છે અને એક દર્દી એક શહેરથી બીજા શહેરમાં ગયો હોવાથી, આ વાઈરસ કોરોનાની જેમ ફેલાઈ શકે તેવી આશંકા પણ છે.

ચિકનગુનિયા શું છે?

ચિકનગુનિયા એક વાઈરલ તાવ છે, જે મચ્છરોથી ફેલાય છે. આ તાવ એડીસ એજીપ્ટી અને એડીસ એલ્બોપીક્ટસ નામના મચ્છરોના કરડવાથી થાય છે. આ તાવ મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં લોકોને વધુ અસર કરે છે. જોકે, ભારતમાં પણ પહેલાથી આ વાઈરસના કેસ જોવા મળી રહ્યા છે, તેથી તેનો ફેલાવો અટકાવવો ખૂબ જ જરૂરી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -હવે America આવતા દરેક પ્રવાસી પાસેથી Donald Trump રૂ.13 લાખ વસૂલશે, નવા નિયમોથી વધશે મુશ્કેલીઓ

ચિકનગુનિયાના લક્ષણો કેવા હોય છે? (Chikungunya Virus)

ચિકનગુનિયા થાય ત્યારે લોકોને સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. આ તેનું પ્રથમ લક્ષણ છે. ત્યાર પછી હાથમાં દુખાવો અને શરીરમાં જકડાઈ ગયેલું અનુભવાય છે. કાંડા, પગની ઘૂંટી અને ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. આ સાથે થાક અને ત્વચા પર લાલ ચકામા દેખાવા પણ તેના લક્ષણો હોઈ શકે છે.

આ પણ  વાંચો -Donald Trump : ટેરિફ જ નહીં ભારતીયોને અપાતાં વિઝા પણ કરશે બંધ!

ચિકનગુનિયાનો ઇલાજ શું છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, ચિકનગુનિયાથી બચવા માટે મચ્છર કરડવાથી બચવું એ સૌથી સારો અને અસરકારક રસ્તો છે. જે લોકોને ચિકનગુનિયા થયો હોય, તેમણે બીમારીના પહેલા અઠવાડિયામાં મચ્છર કરડવાથી બચવું જોઈએ, જેથી ઇન્ફેક્શન ન ફેલાય અને તે બીજા લોકો સુધી ન પહોંચે. આ સિવાય, આ ઇન્ફેક્શનને ફેલાતું અટકાવવા માટે, તમારી આસપાસ મચ્છરોનો ફેલાવો ઓછો કરવાના પ્રયાસો કરો. પાણી ભરેલા વાસણો ખાલી કરીને સાફ રાખો, કચરો સાફ કરો અને મચ્છરોનો નાશ કરવાના ઉપાયો કરો.ચિકનગુનિયાનો કોઈ ઇલાજ નથી, તેને ફક્ત નિયંત્રિત કરી શકાય છે. સામાન્ય રીતે, દર્દીઓને પ્રવાહી પદાર્થ અને હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. આરામ કરવા સાથે, ડૉક્ટર પેઈનકિલર અને તાવની દવાઓ આપે છે.

Tags :
Advertisement

.

×