એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદની જેમ હવામાં RAT સિસ્ટમ સક્રિય
એર ઇન્ડિયાની બર્મિંઘમ ફ્લાઇટ ગ્રાઉન્ડ, AI114 રદ. આ સિસ્ટમ શા માટે ચાલુ થઈ? જાણો અમદાવાદમાં પણ આ જ મોડેલમાં શું થયું હતું.
12:26 PM Oct 05, 2025 IST
|
Mihir Solanki
- એર ઈન્ડિયાની અમૃતસરથી બર્મિંઘમ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing Birmingham)
- ફ્લાઈટ AI117નું ઈમરજન્સી રેમ એર ટર્બાઈન સિસ્ટમ સક્રિય હતુ
- વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરીને મુસાફરો તથા ક્રૂને બચાવી લેવાયા
- વિમાનને ટેકનિકલ તપાસ માટે હાલમાં ગ્રાઉન્ડ કરવામાં આવ્યું
Emergency Landing Birmingham : એર ઇન્ડિયાની અમૃતસરથી બર્મિંઘમ જઈ રહેલી ફ્લાઇટ AI117માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતાં તેને બ્રિટનમાં ગ્રાઉન્ડ કરવી પડી હતી. વિમાનના લેન્ડિંગની બરાબર પહેલાં જ, વિમાનનું ઇમરજન્સી રેમ એર ટર્બાઇન (s) સિસ્ટમ આપોઆપ સક્રિય થઈ ગયું હતું. જોકે, વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, શનિવારે જ્યારે ફ્લાઇટ AI117 લેન્ડિંગ માટે અંતિમ એપ્રોચ પર હતી, તે દરમિયાન જ RAT સિસ્ટમ જાતે સક્રિય થઈ ગઈ હતી.
એર ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન (Emergency Landing Birmingham)
એરલાઇને એક નિવેદનમાં સ્પષ્ટતા કરી કે, "ફ્લાઇટ AI117ના ઓપરેટિંગ ક્રૂએ બર્મિંઘમ પહોંચતા પહેલાં RAT ડિપ્લોયમેન્ટ જોયું હતું. જોકે, વિમાનમાં તમામ ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક માપદંડો સામાન્ય જોવા મળ્યા હતા અને વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યું."
કંપનીએ જણાવ્યું કે આ વિમાનને ટેકનિકલ તપાસ માટે હાલમાં ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેના કારણે પરત ફરવાની ફ્લાઇટ AI114 (બર્મિંઘમથી દિલ્હી) રદ કરવામાં આવી છે. પ્રભાવિત મુસાફરો માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
RAT શું છે? (Emergency Landing Birmingham)
રેમ એર ટર્બાઇન (Ram Air Turbine - RAT) વિમાનનું એક મહત્વનું ઇમરજન્સી ઉપકરણ છે. જ્યારે વિમાનના એન્જિન અથવા મુખ્ય વીજ પુરવઠો નિષ્ફળ જાય, ત્યારે આ સિસ્ટમ હવાની શક્તિનો ઉપયોગ કરીને વીજળી અને હાઇડ્રોલિક દબાણ ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ સામાન્ય રીતે માત્ર ગંભીર કટોકટીમાં જ સક્રિય થવી જોઈએ.
સમાન મોડેલમાં અગાઉ પણ ખામી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ મોડેલના (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) વિમાનમાં આ વર્ષે જૂનમાં અમદાવાદની ફ્લાઇટ દુર્ઘટના દરમિયાન પણ RAT સિસ્ટમ આપમેળે સક્રિય થઈ ગઈ હતી. તે ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇંધણ પુરવઠો ખોરવાતા એન્જિન બંધ થયા હતા, જેના કારણે ઇમરજન્સી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી. એરલાઇને પુનરોચ્ચાર કર્યો કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિમાનની સંપૂર્ણ તપાસ પછી જ તેને ફરી સેવામાં લેવામાં આવશે..
Next Article