Air India ની મિલાન-દિલ્હી ફ્લાઈટ ટેકનિકલ ખામીને કારણે રદ કરાઈ
- Air India ની મિલાન-દિલ્હી ફ્લાઈટ AI138 રદ કરાઈ
- પુશબેક દરમિયાન ટેકનિકલ સમસ્યાને કારણે રદ કરવામાં આવી
- મિલાનમાં અસરગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પડાઈ
Italy : Air India ની વધુ એક ફ્લાઈટ ટેકનિકલ સમસ્યાને કારણે રદ કરવામાં આવી છે. આ વખતે મિલાન-દિલ્હી ફ્લાઈટ પુશબેક દરમિયાન ખોટકાઈ હતી. એર ઈન્ડિયાએ આ કેન્સલેશન બદલ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, મિલાનમાં અમારી ગ્રાઉન્ડ ટીમે તમામ અસરગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી.
મિલાન-દિલ્હી ફ્લાઈટ AI138 રદ કરાઈ
એર ઈન્ડિયાની મિલાન-દિલ્હી ફ્લાઈટ AI138 ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી. એરલાઈન્સના જણાવ્યા અનુસાર વિમાનના પુશબેક દરમિયાન સમસ્યા સર્જાતા ફ્લાઇટ યથાવત રાખવી પરવાનગી વિરુદ્ધ હતું. એર ઈન્ડિયાના પ્રવક્તાએ તેમના નિવેદનમાં મિલાન-દિલ્હી ફ્લાઈટ AI138 રદ કરવામાં આવી હોવાનું અને તેના પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
Air India Gujarat- First-18-08-2025-
આ પણ વાંચોઃ Chhath special train : છઠ પૂજા માટે રેલવેની ખાસ ટ્રેનો, ટિકિટ બુકિંગ પર ડિસ્કાઉન્ટ
Air India એ દિલગીરી વ્યક્ત કરી
એર ઈન્ડિયાના પ્રવક્તાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, એર ઈન્ડિયાની મિલાન-દિલ્હી ફ્લાઈટ AI138 ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેન્સલેશનને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ એર ઈન્ડિયા દિલગીર છે. મિલાનમાં અમારી ગ્રાઉન્ડ ટીમે અસરગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી. જેમાં હોટેલમાં રહેવાની વ્યવસ્થા, રિફંડ અથવા મુસાફરની પસંદગી મુજબ મફત મુસાફરીનો સમાવેશ કરાયો હતો. એરલાઈન્સે કહ્યું કે, મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે દિલ્હી લાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયામાં મુસાફરો અને ક્રૂની સલામતી સૌથી પહેલી પ્રાથમિકતા છે.
Air India Delhi- Milan flight cancelled yet again: aborted moments before take-off- technical issue in engine cited. Any idea on the next steps I should follow for the compensation on this and to wrap this asap? A gold member on their frequent flyer prog. It’s been 5hours already pic.twitter.com/AG3OAxOGf6
— Bhakti Arora (@Bhaktiarora) August 16, 2025
આ પણ વાંચોઃ Election Commission દ્વારા બિહારના રદ કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરાઈ


