Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નિજ્જર મર્ડર કેસમાં ચારેય આરોપીઓને મળ્યા જામીન, કેનેડિયન કોર્ટનો મોટો ચુકાદો

કેનેડાના સર્રેમાં જૂન 2023 ના રોજ હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આરોપમાં 18 જુન 2023 ના રોજ ચારેય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નિજ્જર મર્ડર કેસમાં ચારેય આરોપીઓને મળ્યા જામીન  કેનેડિયન કોર્ટનો મોટો ચુકાદો
Advertisement
  • 2003 માં ખાલિસ્તાની આતંકવાદીની હત્યા
  • હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ વકર્યો હતો વિવાદ
  • ભારત-કેનેડાના સંબંધો નિજ્જરની હત્યાને કારણે વણસ્યા હતા

ટોરેન્ટો: કેનેડાના સર્રેમાં જૂન 2023 ના રોજ હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આરોપમાં 18 જુન 2023 ના રોજ ચારેય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જર મર્ડર કેસમાં કેનેડા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. તમામ ચારેય આરોપીઓને જામીન આપી દેવાયા છે. આ મામલે હવે આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ થશે.

Advertisement

આ પણ વાંચો : Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!

Advertisement

2023 માં હરદીપસિંહ નિજ્જરની હત્યા થઇ હતી

કેનેડાના સર્રેમાં જુન 2023 ના રોજ હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવાઇ હતી. હત્યાના આરોપમાં 18 જુન 2023 ના રોજ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ મામલે વિશ્વનું ધ્યાન ત્યારે ખેંચ્યું, જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે હત્યાના આરોપમાં ભારત સરકારના એક એજન્ટ પર લગાવ્યો હતો. ભારત સરકારે તમામ આરોપોને ફગાવી દીધા હતા.

K ગેંગના ચારેય આરોપીઓની ધરપકડ

આ મામલે ચારેય આરોપિઓ કર બરાર, કમલપ્રીતસિંહ , કરનપ્રીત સિંહ અને અમનદીપ સિંહની ધરપકડ કરી લેવાઇ હતી. આ ચારેય પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવત્રા રચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે આ મામલે સુનાવણી બ્રિટિશ કોલંબિયા સુપ્રીમ કોર્ટમાં 11 ફેબ્રુઆરીના રોજ થશે.

આ પણ વાંચો : '... તો બંધ કરો INDIA bloc, મમતા પછી અખિલેશ અને હવે ઓમર અબ્દુલ્લાએ પણ આપ્યું નિવેદન...

કોણ છે ત્રણેય ભારતીય?

નિજ્જરની હત્યાના આરોપમાં 22 વર્ષના કરણ બરાર, 22 વર્ષના કમલપ્રીત સિંહ અને 28 વર્ષના કરનપ્રીત સિંહ આરોપી છે. આ ત્રણેયના નામના ઇનિશયલ K થી શરૂ થવાના કારણે તેમને K ગ્રુપ કહેવામાં આવે છે. આ તમામ ભારતીયો છે જે કેનેડાના એનમોન્ટનમાં રહેતા હતા.

સ્ટુડન્ટ વિઝા પર હતા તમામ આરોપી

આ આરોપી ટેંપરેર વિઝા પર 2021 માં કેનેડા પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક પાસે સ્ટુડન્ય વીઝા હતા પરંતુ કોઇએ પણ કેનેડામાં અભ્યાસ નથી કર્યો. ત્રણેય પર હત્યા અને ગુનાહિત કાવત્રા રચવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Personal Loan પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!

ટ્રુડોએ ભારત પર લગાવ્યો હતો નિજ્જરની હત્યાનો આરોપ

ગત્ત વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો. ત્યાર બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો. ત્યારથી જ ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ભારતે પણ ટ્રુડો અને તેમની પાર્ટી પર મત માટે ખાલિસ્તાનીઓનું સમર્થન કરવાના આરોપો કર્યા હતા.

આ પણ વાંચો : Patan : HNGU માં ફરી મળી દારૂની ખાલી બોટલો! ષડયંત્ર છે કે ખરેખર દૂષણ વધ્યું ?

Tags :
Advertisement

.

×