Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America : ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાની અર્થવ્યવસ્થાને નાશપ્રાય ગણાવી

અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ વિવાદિત પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, ભારત (India) અને રશિયા (Russia) ની અર્થવ્યવસ્થા નાશપ્રાય છે. ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવાહ નથી. વાંચો વિગતવાર.
america   ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાની અર્થવ્યવસ્થાને નાશપ્રાય ગણાવી
Advertisement
  • ટેરિફ લાદ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદિત પોસ્ટ કરી
  • ભારત અને રશિયાની અર્થવ્યવસ્થા નાશપ્રાય છે - Donald Trump
  • રશિયાના નિષ્ફળ Dmitry Medvedev ને કહો કે કાળજીપૂર્વક વાત કરે - Donald Trump
  • અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દંડ પણ લાદ્યો છે

America : ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ રશિયાને ધમકી આપી રહ્યા છે. આજે ગુરુવારે તેમણે બંને દેશોની અર્થવ્યવસ્થાઓને નાશપ્રાય ગણાવી છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે, અમેરિકા હવે રશિયા અને ભારત સાથે વધુ વેપાર કરવા માંગતું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દંડ પણ લાદ્યો છે.

બરબાદ થયેલી અર્થવ્યવસ્થાઓ

અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદિત પોસ્ટ કરી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. ભારત અને રશિયા તેમની પહેલાથી જ બરબાદ થયેલી અર્થવ્યવસ્થાઓને વધુ નીચે લાવી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. રશિયા અને અમેરિકા પણ લગભગ કોઈ વેપાર કરતા નથી. તેથી તેને જેમ છે તેમ જ રહેવા દો.

Advertisement

રશિયાને આપી જાહેર ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવને પણ ખુલ્લી ધમકી આપી દીધી છે. તાજેતરમાં રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ (Dmitry Medvedev) એ ચેતવણી આપી હતી કે વોશિંગ્ટન ડીસીની રશિયા સાથેની રમત યુદ્ધ તરફ દોરી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિની આ ચેતવણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આકરાપાણીએ થયા છે. ટ્રમ્પે રશિયાએ સરાજાહેર ધમકી આપી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, જાઓ અને રશિયાના નિષ્ફળ રાષ્ટ્રપતિ મેદવેદેવને કહો કે કાળજીપૂર્વક વાત કરે. તેઓ ડેન્જર ઝોનમાં એન્ટ્રી કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ અમેરિકાનું F-35 લડાકુ વિમાન થયું ક્રેશ! પાયલટનો આબાદ બચાવ

ભારતને શા માટે દંડ ફટકારવામાં આવ્યો?

અગાઉ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, અમે હજૂ પણ વાત કરી રહ્યા છીએ અને તેમાં બ્રિક્સનો મુદ્દો પણ સામેલ છે. બ્રિક્સ મૂળભૂત રીતે અમેરિકા વિરોધી દેશોનો સમૂહ છે અને ભારત તેનો સભ્ય છે. આ અમેરિકન કરન્સી પર હુમલો છે અને અમે કોઈને આવું કરવા દઈશું નહીં. ટ્રમ્પે બુધવારે 1 ઓગસ્ટથી ભારતમાંથી આવતા તમામ માલ પર 25 ટકા ટેરિફ ડ્યૂટીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઈલ અને લશ્કરી સાધનોની ખરીદી પર અનિશ્ચિત દંડની પણ જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, આ નિર્ણય આંશિક રીતે 'બ્રિક્સ'ને કારણે લેવામાં આવ્યો છે અને અમુક અંશે નુકસાનની ભૂમિકા છે. અમને મોટું નુકસાન થયું છે. જેમ તમે જાણો છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મારા મિત્ર છે પરંતુ તેઓ વેપારના સંદર્ભમાં અમારી સાથે બહુ સંકળાયેલા નથી.

આ પણ વાંચોઃ America : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ રીઝર્વ એગ્રીમેન્ટ પર કર્યા હસ્તાક્ષર

Tags :
Advertisement

.

×