Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં પત્રકારને દુષ્ટ વ્યક્તિ કહીને ધમકાવ્યો, ટેક્સાસ પૂર મુદ્દે પુછ્યો હતો સવાલ

અમેરિકાના ટેક્સાસ (Texas) માં ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ટેક્સાસની મુલાકાત લીધી હતી. જોકે આ મુલાકાત દરમિયાન તેમને એક પત્રકારને ધમકાવ્યો હતો. વાંચો વિગતવાર.
america   ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં પત્રકારને દુષ્ટ વ્યક્તિ કહીને ધમકાવ્યો  ટેક્સાસ પૂર મુદ્દે પુછ્યો હતો સવાલ
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પે સરાજાહેર પત્રકારને દુષ્ટ વ્યક્તિ કહીને ધમકાવ્યો
  • Texas પૂરમાં સમયસર આગાહી કરવા મુદ્દે પત્રકારે સવાલ કર્યો હતો
  • ટ્રમ્પે સમર્થક મીડિયાના પત્રકારને સારો પત્રકાર ગણાવ્યો
  • ટેક્સાસ પૂરમાં રાહત અને બચાવકાર્યની ડોનાલ્ડ ટ્રમ્પે પ્રશંસા કરી

America : ટેક્સાસમાં ગુઆડાલૂપ નદી (Guadalupe River) માં અચાનક પૂર આવવાથી ભારે વિનાશ થયો હતો. આ કુદરતી કહેરમાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ડઝનેક લોકો તો હજૂ પણ લાપતા છે. આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ટેક્સાસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પશ્નોત્તરી સમયે ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકારને દુષ્ટ વ્યક્તિ ગણાવી ધમકાવ્યો હતો. પત્રકારે ટેક્સાસ પૂરની આગાહી સમયસર કરવામાં આવી હોત તો વધુ લોકોને બચાવી શકાયા હોત તેવો સવાલ કર્યો હતો. આ તીખા સવાલ કરતા ટ્રમ્પ ભડક્યા હતા.

તમે ખૂબ જ દુષ્ટ વ્યક્તિ છો - ડોનાલ્ડ ટ્રમ્પ

ટેક્સાસના હિલ કન્ટ્રી વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા ટ્રમ્પે કેરવિલેના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સ્થાનિક અધિકારીઓ અને બચાવ કાર્યકરોને મળ્યા. તેમણે કહ્યું, આ સંજોગોમાં તમે બધાએ અવિશ્વસનીય કામ કર્યું છે. જે લોકો લાપતાઓને શોધી રહ્યા છે તેઓ ખરેખર પ્રશંસનીય કામ કરી રહ્યા છે. આ પછી, ટ્રમ્પે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે શું સમયસર ચેતવણી આપીને લોકોના જીવ બચાવી શકાયા હોત ? આ સવાલ પર ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, ફક્ત એક ખરાબ વ્યક્તિ જ આવો પ્રશ્ન પૂછી શકે છે. તમે ખૂબ જ દુષ્ટ વ્યક્તિ છો.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ US Tariff : ‘રશિયા પાસેથી ખરીદી કરશો તો ખેર નહીં...’

બીજા એક પત્રકારની કરી પ્રશંસા

ટેક્સાસમાં ભયાનક પૂરે મચાવેલ તબાહી મુદ્દે આયોજિત કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે એક પત્રકારને તેના તીખા સવાલ બદલ રીતસરનો ધમકાવ્યો હતો. તેમણે તીખા સવાલ પુછનાર પત્રકારને દુષ્ટ વ્યક્તિ્ પણ કહી દીધો હતો. આ પત્રકાર બાદ ટ્રમ્પના સમર્થક મીડિયાએ સવાલ પુછતા ટ્રમ્પે બીજા પત્રકારની પ્રશંસા કરી હતી. રીયલ અમેરિકા વોઈસ મીડિયાના પત્રકારે રાહત-બચાવ કાર્ય અને ટ્રમ્પ પ્રશાસનની પ્રશંસા કરી હતી. પોતાના હિતમાં પુછવામાં આવેલા સવાલથી ટ્રમ્પ ખુશ થઈ ગયા અને કહ્યું કે, આ એક સારો પત્રકાર છે. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે બચાવ કાર્યકરો અને FEMA ની પ્રશંસા કરી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચી

દુનિયાના અગ્રણી દેશના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરાજાહેર પત્રકારને દુષ્ટ વ્યક્તિ કહેતા આંતરરાષ્ટ્રીય ચકચાર મચી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભૂલી ગયા કે, તમે જાહેર જીવનમાં હોવ ત્યારે તમારે આલોચના માટે તૈયાર રહેવું પડે છે. કુદરતી કહેર કે આપાતકાલીન સ્થિતિ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી પર સવાલો કરવા તે પત્રકારની ફરજ છે. તેનાથી અકળાઈ જવું અને જાહેરમાં અપમાન કરવું શોભનીય નથી. ડોનાલ્ડ ટ્રમ્પની આ હરકતથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ટીકા થઈ રહી છે.

આ પણ વાંચોઃ Kaps Cafe માં ફાયરિંગની જવાબદારી BKI જુથે સ્વીકારી, કેફેએ લખ્યો ભાવસભર સંદેશ

Tags :
Advertisement

.

×