Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America : ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામી (BAPS) ને ઓહાયો રાજ્ય દ્વારા સન્માનિત કરાયા, ગવર્નરે આપ્યું માન્યતા પત્ર

BAPS ના સંત અને અગ્રણી મોટિવેશનલ સ્પીકર ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામી (Dr. Gyanvatsaldas Swami) ને અમેરિકાના ઓહાયો રાજ્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વાંચો વિગતવાર.
america   ડો  જ્ઞાનવત્સલદાસ સ્વામી  baps  ને ઓહાયો રાજ્ય દ્વારા સન્માનિત કરાયા  ગવર્નરે આપ્યું માન્યતા પત્ર
Advertisement
  • Dr. Gyanvatsaldas Swami ને અમેરિકાના ઓહાયો રાજ્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
  • ઓહાયોના ગર્વનર માઈક ડીવાઈને સ્વામીજીને ખાસ માન્યતા પત્ર એનાયત કર્યુ
  • સ્વામીજીને ઓહાયોના પ્રમુખ સ્થળોની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું

America : BAPS ના સંત અને અગ્રણી મોટિવેશનલ સ્પીકર ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામી (Dr. Gyanvatsaldas Swami) ને અમેરિકાના ઓહાયો રાજ્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓહાયો રાજ્યના ગવર્નર માઈક ડીવાઈન દ્વારા ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગવર્નરે એક માન્યતા પત્ર એનાયત કરીને ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું અભિવાદન કરાવામાં આવ્યું હતું. આ સન્માન આપવા માટે ખાસ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં BAPS હરીભકતો, ઓહાયોના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગવર્નર માઈક ડીવાઈને કર્યા સન્માનિત

અમેરિકાના ઓહાયોમાં યોજાયેલા એક ભવ્ય સન્માન સમારોહમાં BAPS ના સંત અને અગ્રણી મોટિવેશનલ સ્પીકર ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓહાયોના ગર્વનર માઈક ડીવાઈન (Mike DeWine) ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને માન્યતા પત્ર એનાયત કર્યુ હતું. જેમાં દર્શાવાયું છે કે, તમારું સમર્પણ અને સકારાત્મક ફેરફાર લાવવાની લાગણી, દુનિયાને વધુ સારી બનાવતી રહે છે. આ સમારોહમાં મોટી સંખ્યામાં ઓહાયોના અગ્રણીઓ, નેતાઓ અને BAPS ના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Dr. Gyanvatsaldas Swami Gujarat First-3

Dr. Gyanvatsaldas Swami Gujarat First-3

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad Airindia Crash: પ્લેન ક્રેશમાં નવો ઘટસ્ફોટ, વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો દાવો

અગ્રણી મોટિવેશનલ સ્પીકર

ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંસ્કારો, શીખામણ અને વિચારોને ડો. જ્ઞાનવત્સલ સ્વામી દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો જિંદગીથી હારેલા-થાકેલા લોકો માટે તેઓ લાઈફ કોચ છે. તેમના આ કાર્યપ્રદાનનું અમેરિકાના ઓહાયો રાજ્યએ સન્માન કર્યુ છે. ઓહાયોના ગવર્નર માર્ક ડીવાઈને એક મોટા સમારોહમાં ડો. જ્ઞાનવત્સલ સ્વામીને માન્યતા પત્ર એનાયત કર્યુ છે. જેમાં ઓહાયોની મુલાકાત બદલ આભાર માનવામાં આવ્યો છે અને સ્વામીજીને ઓહાયોના પ્રમુખ સ્થળોની મુલાકાતનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.

Dr. Gyanvatsaldas Swami Gujarat First-2

Dr. Gyanvatsaldas Swami Gujarat First-2

આ પણ વાંચોઃ  Gujarati Top News : આજે 17 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×