Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમને અમેરિકાનો ઝટકો!

પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમને અમેરિકાનો ઝટકો! લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર પ્રતિબંધ પાકિસ્તાનને મદદ કરતી ચાર સંસ્થાઓ પર કસ્યો સકંજો સામૂહિક વિનાશ કરે તેવા હથિયાર બનાવે છેઃ અમેરિકા પ્રતિબંધિત સંસ્થાઓની તમામ સંપત્તિઓ ફ્રીઝ કરાશે NDC બનાવે છે શાહીન સીરિઝની...
પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમને અમેરિકાનો ઝટકો
Advertisement
  • પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમને અમેરિકાનો ઝટકો!
  • લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર પ્રતિબંધ
  • પાકિસ્તાનને મદદ કરતી ચાર સંસ્થાઓ પર કસ્યો સકંજો
  • સામૂહિક વિનાશ કરે તેવા હથિયાર બનાવે છેઃ અમેરિકા
  • પ્રતિબંધિત સંસ્થાઓની તમામ સંપત્તિઓ ફ્રીઝ કરાશે
  • NDC બનાવે છે શાહીન સીરિઝની બેલેસ્ટિક મિસાઈલ

પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું વલણ જરા પર નરમ પડ્યું નથી. આનો સ્પષ્ટ સંકેત તાજેતરમાં થયેલા નીતિ નિર્ણયોમાં જોવા મળે છે, જેમાં અનેક નવા પ્રતિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને લઇને આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ઉપરાંત, પાકિસ્તાનની નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (NDC) અને કરાચી સ્થિત તેના 3 સહયોગી કંપનીઓ પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધો એવા હથિયારો અને ટેક્નોલોજી પર લગાવવામાં આવ્યા છે જે મોટા પાયે વિનાશ કરી શકે છે.

અમેરિકાનો પાકિસ્તાનને મોટો ઝટકો

આ નવી કાર્યવાહી અનુસાર, હવે પાકિસ્તાનના પ્રતિબંધિત એકમો પર કોઈ પણ અમેરિકન સામાન મોકલવામાં નહીં આવે. એટલું જ નહીં, કોઈ અમેરિકન નાગરિક કે બિઝનેસમેન તેમની સાથે જોડાઈ શકશે નહીં. અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા લાંબા અંતરની મિસાઈલોના પ્રસારના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે NDCનું મુખ્યાલય ઈસ્લામાબાદમાં છે. તે પાકિસ્તાનના મિસાઈલ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે પાકિસ્તાનની મિસાઇલો માટે જરૂરી સામગ્રી મેળવવામાં પણ સક્રિય છે. તેણે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ શાહીન મિસાઈલ વિકસાવવામાં ભૂમિકા ભજવી છે.

Advertisement

Advertisement

પાકિસ્તાન પાસે હવે 170 પરમાણુ હથિયારો છે

ત્રણ ખાનગી પાકિસ્તાની કંપનીઓ પણ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના દાયરામાં આવે છે. આ એફિલિએટ્સ ઇન્ટરનેશનલ, અખ્તર એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને રોકસાઇડ એન્ટરપ્રાઇઝિસ છે. આ તમામ પર આ મિસાઈલ પ્રોગ્રામમાં NDCની મદદ કરવાનો આરોપ છે. પરમાણુ વૈજ્ઞાનિકોના સંશોધન દર્શાવે છે કે પાકિસ્તાન પાસે હવે 170 પરમાણુ હથિયારો છે. પાકિસ્તાનમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ વર્ષ 1998માં થયું હતું. તે પરમાણુ અપ્રસાર સંધિમાં પણ સામેલ નથી જે આ ઘાતક શસ્ત્રોના ફેલાવાને પ્રતિબંધિત કરે છે. મેથ્યુ મિલરે કહ્યું કે, અમેરિકા શંકાસ્પદ હથિયારોના પ્રસાર અને ખરીદ-વેચાણની ગતિવિધિઓ પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. વળી, આ અંગે વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચો:  રશિયાએ તૈયાર કરી Cancer ની વેક્સિન, જાણો ક્યારથી મળી શકશે આ રસી

Tags :
Advertisement

.

×