America : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ રીઝર્વ એગ્રીમેન્ટ પર કર્યા હસ્તાક્ષર
- ટ્રમ્પે પાકિસ્તાન સાથે Oil Reserve Agreement સાઈન કર્યા
- આ જાહેરાત ભારત પર દંડ સાથે 25 ટકા ટેરિફ લાદ્યા પછી કરવામાં આવી
- કોણ જાણે, કદાચ પાકિસ્તાન કોઈ દિવસ ભારતને તેલ વેચશે !!! - ડોનાલ્ડ ટ્રમ્પ
America : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ પાકિસ્તાન સાથે ઓઈલ રીઝર્વ એગ્રીમેન્ટ સાઈન કર્યા છે. આ જાહેરાત ભારત પર દંડ સાથે 25 ટકા ટેરિફ લાદ્યા પછી કરવામાં આવી છે. ટ્રમ્પે તેની સાથે સોદો કરીને આતંકવાદ માટે આશ્રયસ્થાન છે તેને એક મોટું સ્વપ્ન પણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, શક્ય છે કે એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, પાકિસ્તાનમાં ઓઈલ રીઝર્વ વિકસાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ માટે બંને દેશો ભાગીદારીમાં એક આઈલ કંપની પર પસંદગી ઉતારવામાં આવશે. આ કરાર હેઠળ પાકિસ્તાન અને અમેરિકા તેમના વિશાળ તેલ અનામત વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. આ પછી ટ્રમ્પે લખ્યું કે, કોણ જાણે, કદાચ એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચશે !!!
આ પણ વાંચોઃ Delhi-NCR ગત રાતથી ભારે વરસાદે મચાવી તબાહી , હજૂ વધુ 7 દિવસની આગાહી કરાઈ
ભારત પર ટેરિફ લાદ્યા બાદ કરી જાહેરાત
ટ્રમ્પ દ્વારા 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. આમાં તેમણે નવી દિલ્હી સાથે વોશિંગ્ટનની વેપાર ખાધ અને રશિયન તેલની ખરીદીનો ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું કે તેમણે ઘણા દેશોના નેતાઓ સાથે વેપાર કરારો પર વાટાઘાટો કરી છે. તેમણે કહ્યું કે, તેઓ બુધવારે વ્હાઈટ હાઉસ ખાતે વેપાર કરારો પર કામ કરવામાં ખૂબ વ્યસ્ત છે. તેમણે આ સંદર્ભમાં ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરી છે અને તેઓ બધા અમેરિકાને ખૂબ ખુશ કરવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ દક્ષિણ કોરિયા (South Korea) ના વેપાર પ્રતિનિધિમંડળને મળશે.
આ પણ વાંચોઃ BREAKING: ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી થશે અમલી