આ દેશ પર બગડ્યું અમેરિકા, તત્કાલ ફાઇટર જેટ મોકલીને કર્યો હુમલો
- અમેરિકાએ તત્કાલ યમન પર કર્યો હુમલો
- ઇરાન સમર્થિત હુતી સંગઠનો પર કર્યો હુમલો
- અમેરિકાએ 31 ડિસેમ્બરે પણ કર્યો હતો હુમલો
US Strike on Yemen : અમેરિકાએ યમનમાં હૂતી હથિયાર સ્ટોરેજ કેન્દ્ર પર હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો કે, આ હુમલામાં અમારા ક્ષેત્રીય સહયોગીઓને ધમકાવવા માટે ઇરાન સમર્થિત હૂતીના પ્રયાસોને નબળા પાડવા માટે કરવામાં આવ્યા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એક્સ પર પોસ્ટ કરતા દાવો કર્યો કે, Centcom દળોએ યમનમાં હુતી એડવાન્સકંવેશનલ હથિયાર સ્ટોરેજ સુવિધા પર હુમલો કર્યો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દળોએ 8 જાન્યુઆરી, 2025 ના રોજ યમનના હૂતી-નિયંત્રિત વિસ્તારમાં ઇરાનના સમર્થનવાળા હૂતી ભૂમિગત એડવાન્સ કન્વેન્શનલ હથિયાર (ACW) સ્ટોરેજ પર અનેક સટીક હુમલાઓ કર્યા હતા.
આ પણ વાંચો : Gujarat: રાજ્યમાં HMPV વાયરસના કેસ વધ્યા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
હૂતી પ્રયાસોને ખાળવા માટે અમેરિકાનો પ્રયાસ
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આગળ કહ્યું કે, હૂતિઓને આ સુવિધાઓનો ઉપયોગ દક્ષિણી લાલ સાગર અને અદનની ખાડીમાં અમેરિકી નૌસેનાના યુદ્ધ જહાજ અને વ્યાપારી જહાજ પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. કમાન્ડે તેમ પણ જણાવ્યું કે, અમેરિકા કર્મચારીઓ અથવા ઉપકરણોને કોઇ જ નુકસાન થયું નથી. આ હુમલામાં રિઝન પાર્ટનરોને ધમકાવવા માટે ઇરાન સમર્થિત હૂતી પ્રયાસોને ખાળવા માટેના યુએન સેન્ટ્રલ કમાન્ડના પ્રયાસનો હિસ્સો છે.
CENTCOM Forces Strike Houthi Advanced Conventional Weapon Storage Facilities in Yemen
U.S. Central Command (CENTCOM) forces conducted multiple precision strikes against two Iranian-backed Houthi underground Advanced Conventional Weapon (ACW) storage facilities within… pic.twitter.com/mDr9ceHjBs
— U.S. Central Command (@CENTCOM) January 8, 2025
CENTCOM એ કર્યો સટિક હુમલો
આ અગાઉ પણ અમેરિકાએ યમન પર હુમલો કર્યો હતો. અમેરિકી સેન્ટ્રલ સેન્ટકોમે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પણ એક્સ પોસ્ટ દ્વારા જણાવ્યું કે, યમનમાં અનેક હુતી સ્થળો પર હુમલા કરવામાં આવ્યા હતા. સેન્ટકોમે પોસ્ટ પર લખ્યું કે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દળોમાં30 અને 31 ડિસેમ્બરે યમનમાં સના અને હૂતી નિયંત્રિત વિસ્તારના કિનારાના સ્થળોમાં ઇરાન સમર્થિક હુતી સ્થળો પર સટીક કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : ધનશ્રી સાથે અફેરની અફવા વચ્ચે રૂમર્ડ બોયફ્રેન્ડે કરી મોટી જાહેરાત, વાયરલ ફોટા અંગે કરી સ્પષ્ટતા
હુતી વિદ્રોહીઓના પ્રવક્તાએ શું કહ્યું
યમનના હુતી વિદ્રોહીઓના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલસલામે ગત્ત 31 ડિસેમ્બર, 2024 ના રોજ કહ્યું કે, રાજધાની સનામાં અનેક અમેરિકી હુમલા બાદ પોતાનો દેશ પોતાની રક્ષા કરવાનું શરૂ રાખશે. અમેરિકા તરફથી ગાઝામાં લોકોને મારવા અને ઇઝરાયેલને પ્રોત્સાહિત કરવા માટે અબ્દુલસલામે કહ્યું હતું કે, યમન પર અમેરિકી આક્રમણ એક સ્વતંત્ર રાજ્યની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો : 'ઈન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતુ જ હતુ'; તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?


