Donald Trump: અમેરિકાની કુખ્યાત 'Alcatraz' જેલ 62 વર્ષ બંધ રહ્યા પછી ફરી ખુલશે!
Donald Trump: અમેરિકાની કુખ્યાત અલ્કાટ્રાઝ જેલ 62 વર્ષ બંધ રહ્યા પછી ફરીથી ખોલવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે એક આદેશ (Donald Trump)જારી કર્યો છે.ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેઓ તેમના વહીવટી તંત્રને કેલિફોર્નિયાના દરિયાકાંઠે આવેલા એક ટાપુ પર કુખ્યાત જેલ અલ્કાટ્રાઝને (alcatraz jail)ફરીથી ખોલવા અને વિસ્તૃત કરવા નિર્દેશ આપી રહ્યા છે. રવિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઘણા લાંબા સમયથી,અમેરિકા ક્રૂર,હિંસક અને વારંવાર ગુનેગારોથી પીડિત છે". તેમણે કહ્યું કે,હું ન્યાય વિભાગ,FBI અને હોમલેન્ડ સિક્યુરિટીના સહયોગથી,અમેરિકાના સૌથી ક્રૂર અને હિંસક ગુનેગારોને રાખવા માટે નોંધપાત્ર રીતે વિસ્તૃત અને નવીનીકૃત ALCATRAZ ફરીથી ખોલવા માટે જેલ બ્યુરોને નિર્દેશ આપી રહ્યો છું.
જેલની ઇમારત 1912માં બનાવવામાં આવી હતી
અલ્કાટ્રાઝ ટાપુનો અટકાયત કેન્દ્ર તરીકેનો ઇતિહાસ 1868નો છે જ્યારે યુએસ આર્મીએ આ સ્થળ પર શિસ્તબદ્ધ બેરેક બનાવ્યું હતું.પરંતુ તેની શરૂઆત ખરા અર્થમાં 1912માં થઈ હતી.રોક તરીકે ઓળખાતી,જેલની ઇમારત 1912માં બનાવવામાં આવી હતી અને 1933માં ફેડરલ જેલ તરીકે ઉપયોગ માટે ન્યાય વિભાગને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આ પણ વાંચો -CANADA : ખાલિસ્તાનીઓએ માથું ઉંચક્યું, હિંદુઓને કાઢવાની માંગ કરતા મોટો વિવાદ
1963માં જેલ બંધ કરી દેવામાં આવી હતી
જોકે,1963માં જેલ બંધ કરી દેવામાં આવી હતી.હાલમાં,અલ્કાટ્રાઝ ટાપુ એક પર્યટન સ્થળ તરીકે કાર્યરત છે.આ જેલનો ઇતિહાસ તેને પ્રવાસીઓમાં પ્રખ્યાત બનાવે છે. અહીંના પ્રખ્યાત કેદીઓમાં અમેરિકન ગેંગસ્ટર અલ કેપોન, મિકી કોહેન અને જ્યોર્જ "મશીન ગન"કેલીનો સમાવેશ થાય છે.અહીંથી ભાગવાના હજારો પ્રયાસોમાંથી,ફક્ત એક જ સફળ થયો હતો.આ જેલ 1962માં બર્ટ લેન્કેસ્ટર અભિનીત ફિલ્મ બર્ડમેન ઓફ અલ્કાટ્રાઝ દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ હતી. આ જેલ 1996માં સીન કોનેરી અને નિકોલસ કેજ અભિનીત ફિલ્મ ધ રોકનું સ્થળ પણ હતું. 1979માં એસ્કેપ ફ્રોમ અલ્કાટ્રાઝ નામની એક અમેરિકન જેલ એક્શન ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે પહેલી વાર ૩ કેદીઓ આ જેલમાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા.
આ પણ વાંચો -Elon Musk સાથે કરેલ છેતરપિંડી પાકિસ્તાનને ભારે પડશે...!!!
1960 માં ફ્રેન્ક મોરિસ નામના એક નવા કેદીને જેલમાં લાવવામાં આવ્યો
1960 માં ફ્રેન્ક મોરિસ નામના એક નવા કેદીને જેલમાં લાવવામાં આવ્યો. અહીં તેણે ત્રણ અન્ય કેદીઓ - જોન એંગ્લીન, ક્લેરેન્સ એંગ્લીન અને એલન વેસ્ટ સાથે મિત્રતા કરી. ડિસેમ્બર 1961માં, આ ચારેય લોકોએ જેલમાંથી ભાગી જવાની યોજના બનાવી.હકીકતમાં, તેણે જોયું કે જેલના ઓરડામાં વેન્ટિલેશનમાં ફક્ત એક જાળી હતી. જેલ એક ટાપુ પર હતી અને ત્યાં ભેજ વધારે હોવાથી, સિમેન્ટ ઝડપથી નબળું પડી જતું હતું. આ કારણે જાળી સરળતાથી કાઢી શકાતી હતી.ચમચી,કાંટા અને નેઇલ કટર જેવી વસ્તુઓની મદદથી, તેઓ વેન્ટિલેટર શાફ્ટ સુધી પહોંચ્યા અને ત્યાંથી તેઓ જેલના ઉપરના માળ સુધી પહોંચી શક્યા અને ત્યાંથી વેન્ટિલેશન સુધી પહોંચવું સરળ હતું.
જેલમાંથી ભાગી ગયા પછી તે સમુદ્ર પાર કરી શક્યા
તેણે બરાબર એ જ પ્રમાણે કર્યું આખી રાત જેલના રક્ષકોને મૂર્ખ બનાવી શકાય તે માટે કાગળની ઢીંગલીઓ બનાવી સમુદ્ર પાર કરવા માટે રેઈનકોટનો ઉપયોગ કરીને તરાપો અથવા હોડી બનાવી. જોકે, અંતે એક સાથી સમયસર વેન્ટિલેશન પર પહોંચી શક્યો નહીં અને બાકીના ત્રણ તેને લીધા વિના ભાગી ગયા.જો કે મહત્વની વાત એ છે કે આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી કે જેલમાંથી ભાગી ગયા પછી તે સમુદ્ર પાર કરી શક્યા હતા કે નહીં. તેમનો કોઈ મૃતદેહ મળ્યો ન હતો.જોકે એફબીઆઈએ દાવો કર્યો હતો કે ત્રણેય માર્યા ગયા હતા.પરંતુ ત્રણેયના સંબંધીઓએ દાવો કર્યો છે કે ફરાર થયા પછી પણ તેઓ સંપર્કમાં હતા.