ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટેરિફ વોર વચ્ચે શું ટ્રમ્પે ખરેખર PM મોદીને 4 વાર ફોન કર્યા અને વડાપ્રધાને ન ઉપાડ્યા?

ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ (Trump Calls PM Modi ) ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી ટ્રમ્પે વિવાદને ઉકેલવા PM મોદીને ચાર વાર ફોન કર્યા PM મોદીએ વાત કરવાનો ઇનકાર કર્યો Trump Calls PM Modi  : ભારત અને...
08:02 PM Aug 26, 2025 IST | Hiren Dave
ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ (Trump Calls PM Modi ) ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી ટ્રમ્પે વિવાદને ઉકેલવા PM મોદીને ચાર વાર ફોન કર્યા PM મોદીએ વાત કરવાનો ઇનકાર કર્યો Trump Calls PM Modi  : ભારત અને...

Trump Calls PM Modi  : ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધી રહ્યો છે.તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.આ જ સમયેએક જર્મન અખબાર FAZ એ મોટો દાવો કર્યો છે કે ટ્રમ્પે આ વિવાદને ઉકેલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર (Trump Calls PM Modi )વખત ફોન કર્યો, પરંતુ PM મોદીએ તેમની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો. આ ઘટના બંને દેશો વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલી ખટાશને સ્પષ્ટપણે દર્શાવે છે.

ટ્રમ્પે PM મોદીને 4 વાર ફોન કર્યો (Trump Calls PM Modi)

જર્મન અખબાર FAZ ના દાવા મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પરના 50% ટેરિફ અને ભારતીય અર્થતંત્રને 'મૃત અર્થતંત્ર' ગણાવવા જેવી ટિપ્પણીથી PM નરેન્દ્ર મોદી નારાજ છે. આ તણાવને ઉકેલવા માટે ટ્રમ્પે તાજેતરમાં PM મોદીને 4 વાર ફોન કર્યો, પરંતુ PM મોદીએ વાતચીત ટાળી. આ ઘટના દર્શાવે છે કે ભારત આ વેપાર યુદ્ધમાં સરળતાથી નમતું જોખવા તૈયાર નથી. અહેવાલ મુજબ, ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો માટે પોતાનું બજાર ખોલવાના ટ્રમ્પના દબાણનો પણ વિરોધ કરી રહ્યું છે.

જર્મન અખબારનો મોટો દાવો (Trump Calls PM Modi)

જર્મન અખબાર FAZ (Frankfurter Allgemeine Zeitung) એ દાવો કર્યો છે કે આ ટેરિફ વિવાદ વચ્ચે, ટ્રમ્પે પરિસ્થિતિને થાળે પાડવા માટે છેલ્લા કેટલાક અઠવાડિયામાં PM મોદીને ચાર વાર ફોન કર્યો, પરંતુ PM મોદીએ વાત કરવાનો ઇનકાર કર્યો. આ અહેવાલ મુજબ, PM મોદી ટ્રમ્પની 31 જુલાઈ, 2025 ના રોજ કરેલી ટિપ્પણીથી ખૂબ ગુસ્સે છે, જેમાં ટ્રમ્પે ભારતીય અર્થતંત્રને 'મૃત અર્થતંત્ર' ગણાવ્યું હતું.

આ પણ  વાંચો -India-Russia Relations : ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ,વિદેશ જવા માંગતા યુવાનોને લાભ

ટ્રમ્પની ટિપ્પણી અને ભારતનું વલણ

ટ્રમ્પે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે,"મને કોઈ પરવા નથી કે ભારત રશિયા સાથે શું કરે છે. બંને મળીને તેમની મૃત અર્થવ્યવસ્થાને નીચે લાવી શકે છે." તેમણે ભારત પર ઊંચા ટેરિફ લાદવાનો આરોપ પણ મૂક્યો હતો. જર્મન અખબારનો દાવો છે કે ટ્રમ્પની આ ટિપ્પણીથી PM મોદી અત્યંત નારાજ છે અને આ જ કારણ છે કે તેઓ ટ્રમ્પના ફોન કોલને ટાળી રહ્યા છે.

આ પણ  વાંચો -Typhoon Kajiki : વિયેતનામમાં કાજિકી વાવાઝોડાનો કહેર ,સ્કૂલો-એરપોર્ટ બંધ, 5 લાખ લોકોને અસર

ટ્રમ્પના દબાણનો પણ વિરોધ

આ ઘટના દર્શાવે છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોના મામલે કોઈ પણ દબાણ સામે ઝુકવા તૈયાર નથી. અહેવાલ અનુસાર, ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો માટે પોતાનું બજાર ખોલવા માટે ટ્રમ્પના દબાણનો પણ વિરોધ કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમથી 25 વર્ષ જૂના ભારત-અમેરિકા સંબંધોમાં ખટાશ આવી છે, અને બંને દેશો વચ્ચેના ભવિષ્યના વેપાર કરારો પર પણ તેની અસર જોવા મળી શકે છે.

Tags :
Gujrata FirstHiren daveindia us tensionIndia-US trade warmodi trump callModi Trump relationshipTrump calls ignoredTrump Modi phone callsUS-India Tariff Dispute
Next Article