ટેરિફ વિવાદ વચ્ચે Donald Trump ની વધુ એક મોટી જાહેરાત
- ટ્રમ્પે ટેરિફના વિવાદ વચ્ચે વધુ એક મોટી જાહેરાત (Donald Trump)
- વોશિંગ્ટન DC પોલીસનો કંટ્રોલ લીધો પોતાના હાથમાં
- એટર્ની જનરલ પામ બોન્ડી પણ હાજર રહ્યા
- રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે
Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ટેરિફના વિવાદ વચ્ચે વધુ એક મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે વોશિંગ્ટન ડીસીની મેટ્રોપોલિટન પોલીસનો કબજો સંભાળી લીધો છે. આ સાથે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા હોમ રૂલ એક્ટ 1973 લાગુ કરીને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજધાનીને હિંસા અને ગુનેગારોથી મુક્ત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નેશનલ ગાર્ડને ફરજોનો ઉપયોગ કરવાની છૂટ આપી (Donald Trump)
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વોશિંગ્ટન ડીસીમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવશે. નેશનલ ગાર્ડને કોઈપણ પ્રતિબંધ વિના તેના અધિકારો અને ફરજોનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. આ જાહેરાત દરમિયાન યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને એટર્ની જનરલ પામ બોન્ડી પણ હાજર હતા, જેમણે મીડિયાને જણાવ્યું હતું કે હિંસા અને ગુનેગારોને કારણે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.
Crime in our Democrat-run nation’s capital has hit a breaking point.
Congressmen carjacked. Young interns murdered. Residents, and visitors from across our country and the world, living in fear.
Thank you, President Trump, for restoring law and order in Washington, DC! 🇺🇸 https://t.co/9dLYjmF7bq
— Rep. Marjorie Taylor Greene🇺🇸 (@RepMTG) August 11, 2025
આ પણ વાંચો -US Tariff : જે.ડી.વેન્સે ડ્રેગન પર ટેરિફ મામલે કર્યો મોટો ખુલાસો
કેમ ટ્રમ્પે પોતાના હાથમાં લીધી સત્તા? (Donald Trump)
તમને જણાવી દઈએ કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીને વિશ્વના સૌથી ખતરનાક શહેરોમાંનું એક ગણાવ્યું છે, કારણ કે વોશિંગ્ટન ડીસીમાં ગુનાઓની સંખ્યામાં લાંબા સમયથી નોંધપાત્ર વધારો થયો છે. જોકે, વોશિંગ્ટન ડીસી પોલીસ અને ન્યાય વિભાગના ડેટા અનુસાર, 2024 થી 2025 સુધીમાં હિંસક ગુનામાં 26% ઘટાડો થયો છે, જેમાં હત્યામાં 12%, લૂંટમાં 39% અને કારજેકિંગમાં 37%નો સમાવેશ થાય છે, પોલીસ નિયંત્રણ લેવાનો એક ઉદ્દેશ્ય બેઘર લોકોને શહેરથી દૂર ખસેડવાનો છે, જેથી વોશિંગ્ટન ડીસીને સુરક્ષિત અને સુંદર શહેર બનાવી શકાય. તેમણે એક પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે બેઘર લોકોના તંબુ, ગંદકી અને ગુના-હિંસાથી રાજધાનીની છબી ખરાબ થઈ છે. સરકારી આંકડા અનુસાર, વોશિંગ્ટન ડીસીમાં બેઘર લોકોની સંખ્યા 5138 છે.


