ગાઝા પર ઈઝરાયેલનો વધુ એક ખતરનાક હુમલો, 38ના મોત
- ઈઝરાયેલી બોમ્બમારામાં હમાસ કમાન્ડર મોતને ભેટ્યો
- ગાઝામાં ઇઝરાયેલનો એકવાર ફરી હુમલો, હમાસના કમાન્ડરને નિશાન બનાવ્યું
- ઈઝરાયેલી હુમલામાં 38 મોત, હમાસ કમાન્ડરનો અંત
- હમાસ કમાન્ડર અબુ ઇતિવીનો ઇઝરાયેલી હુમલામાં ખાતમો
- ગાઝા પર ઇઝરાયેલી આક્રમણમાં યુએન કર્મચારી અને હમાસ કમાન્ડર માર્યો ગયો
Israel Hamas War : ઈઝરાયેલ ગાઝામાં હમાસના આતંકવાદીઓ (Hamas terrorists) ને સતત નિશાન બનાવી રહ્યું છે. શુક્રવારે સવારે, ઇઝરાયેલે ગાઝા પટ્ટી (Gaza Strip) માં સ્થિત ખાન યુનિસમાં જોરદાર બોમ્બમારો (bombarded) કર્યો હતો. ઈઝરાયેલના આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીએ આ અંગે માહિતી આપી છે. ગાઝામાં યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ અને પુરવઠાની અછત અંગે વધતી ચિંતાઓ છતાં ઇઝરાયેલ પર હુમલા ચાલુ છે.
ઈઝરાયેલને ફરી એકવાર મોટી સફળતા મળી
શુક્રવારે સવારે આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ઇઝરાયેલી સેના લેબનોન અને ગાઝામાં સૈન્ય કાર્યવાહીને તેજ કરી રહી હતી. ઇઝરાયેલની સેના અત્યાર સુધીમાં હમાસના ઘણા કમાન્ડરોને મારી ચૂકી છે અને તે હજુ અટકી નથી. ઈઝરાયેલને ફરી એકવાર મોટી સફળતા મળી છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેણે હમાસ કમાન્ડરને મારી નાખ્યો છે. માર્યો ગયો કમાન્ડર ગયા વર્ષે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા હુમલામાં સામેલ હતો. ખાસ વાત એ છે કે આ કમાન્ડર ગાઝા પટ્ટીમાં યુએન સહાય એજન્સી માટે પણ કામ કરતો હતો.
હમાસ કમાન્ડર યુએન માટે કામ કરતો હતો
ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે હમાસ કમાન્ડર મોહમ્મદ અબુ ઈતિવીને મારી નાખ્યો છે. અબુ ઇતિવી ઇઝરાયેલી નાગરિકોની હત્યા અને અપહરણમાં સામેલ હતો. સેનાએ એમ પણ કહ્યું કે અબુ ઇતિવી હમાસની સેન્ટ્રલ કેમ્પ બ્રિગેડની અલ-બુરીજ બટાલિયનમાં નુખ્બા કમાન્ડર હતો અને તે UNRWA (United Nations Relief and Works Agency) નો પણ કર્મચારી હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં તાલિબાનનો આતંક! 10 પોલીસકર્મીઓને ઉતાર્યા મોતને ઘાટ