ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

America : વ્હાઈટ હાઉસે યુરોપિયન દેશોને ભારત પર ટેરિફ લાદવા કરી અપીલ

અમેરિકાએ યુરોપિયન દેશોને ભારત પર ટેરિફ લાદવા અપીલ (Appeal to Impose Tariff) કરી છે. જો કે યુરોપીયન નેતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
08:22 AM Aug 31, 2025 IST | Hardik Prajapati
અમેરિકાએ યુરોપિયન દેશોને ભારત પર ટેરિફ લાદવા અપીલ (Appeal to Impose Tariff) કરી છે. જો કે યુરોપીયન નેતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Appeal to Impose Tariff Gujarat First-31-08-2025

America : અત્યારે સમગ્ર વિશ્વમાં ટેરિફ વોરનો માહોલ છવાયો છે. અમેરિકાએ ભારત પર 50 ટકા રેરિફ લાદ્યા બાદ સમગ્ર વિશ્વમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની આલોચના થઈ રહી છે. અમેરિકાના વધારાના ટેરિફ લાદવાના નિર્ણય બાદ ભારત પણ પોતાની રણનીતિ બનાવી રહ્યું છે. વડાપ્રધાન મોદી (PM Modi) અત્યારે જાપાન અને ચીનના પ્રવાસે છે. જ્યાં તેમની મુલાકાત ચીનના શી જિંગ પિંગ (Xi Jinping) અને રશિયાના પુતિન (Putin) સાથે વ્યૂહાત્મક બેઠક કરવાના છે. આવા વાતાવરણમાં અમેરિકાએ એક વિચિત્ર અપીલ યુરોપિયન દેશોને કરી છે. વ્હાઈટ હાઉસ દ્વારા યુરોપિયન દેશોને ભારત પર અમેરિકાની જેમ વધારાના ટેરિફ લાદવા (Appeal to Impose Tariff) નું કહેવામાં આવ્યું છે. જો કે વ્હાઈટ હાઉસની આ અપીલ પર હજૂ સુધી કોઈ યુરોપિયન નેતાની પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચોઃ  Trump India visit : ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો ક્વાડ પ્રવાસ રદ કર્યો, મોદી સાથે સંબંધોમાં તિરાડ?

Appeal to Impose Tariff

વ્હાઈટ હાઉસે યુરોપિયન દેશોને અપીલ કરી છે કે, અમેરિકાની જેમ ભારત પર પણ પ્રતિબંધો લાદે (Appeal to Impose Tariff). ટ્રમ્પ વહીવટીતંત્ર ઈચ્છે છે કે, યુરોપ પણ ભારત પર વધારાનો ટેરિફ લાદે. જો કે ભારત પર ટેરિફ અંગે કોઈ યુરોપિયન નેતા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. 27 ઓગસ્ટથી અમેરિકાએ પણ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જો કે ભારત પર ટેરિફ અંગે કોઈ યુરોપિયન નેતા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Appeal to Impose Tariff Gujarat First-31-08-2025-

ભારતનું વલણ

ભારતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50 % ટેરિફ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, ચીન રશિયાનો સૌથી મોટો તેલ ખરીદનાર છે અને યુરોપ પણ સતત મોસ્કો પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદી રહ્યું છે, પરંતુ બંને દેશોને ક્યારેય ભારત જે ટેરિફ ટ્રીટમેન્ટનો સામનો કરવો પડ્યો નથી.

આ પણ વાંચોઃ  PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાતચીત

Tags :
Appeal to Impose TariffDonald TrumpGujarat FirstIndia
Next Article