Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sudan માં આર્મીનું પ્લેન ક્રેશ, 19 લોકોનાં મોત સતત કથળતી ગૃહયુદ્ધની સ્થિતિ

Sudanese Military Aircraft Crashed: સુડાનનું સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં આશરે 19 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ અંગેની માહિતી સૈન્ય અને સ્વાસ્થય અધિકારીઓ દ્વારા બુધવારે આપવામાં આવી હતી.
sudan માં આર્મીનું પ્લેન ક્રેશ  19 લોકોનાં મોત સતત કથળતી ગૃહયુદ્ધની સ્થિતિ
Advertisement
  • સુડાનમાં સતત વણસી રહી છે ગૃહયુદ્ધની સ્થિતિ
  • આર્મીનું પ્લેન અચાનક ક્રેશ, કારણ અંગે સ્પષ્ટતા નહી
  • સુડાનમાં સ્થિતિ થાળે પાડવા માટે આંતરરાષ્ટ્રીય 

Sudanese Military Aircraft Crashed:સુડાનનું સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં કૂલ 19 લોકોનાં મોત નિપજ્યાં છે. એપીના રિપોર્ટ અનુસાર સેનાની તરફથી અપાયેલા એક નિવેદન અનુસાર દુર્ઘટનામાં સૈન્ય કર્મચારીઓ અને નાગરિકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટના થવાના કારણ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી રહી. સુડાની આર્મીનું એંટોનોવ વિમાન મંગળવારે ઓમડુરમૈનના ઉત્તરમાં વાડી સૈયદના એરબેઝથી ઉડતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો, રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો

Advertisement

ટોટલ 19 લોકોનાં નિપજ્યાં મોત

સુડાનના સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 19 છે. તેમના શબોને ઓમડુરમૈનના નાઉ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ નાગરિકો ગંભીર સ્થિતિમાં છે. જેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

સુડાનનું ગૃહયુદ્ધની ભયાનક સ્થિતિ

સુડાન 2023 થી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે જે દેશની સેના અને કુખ્યાત અર્ધસૈનિક દળ, રૈપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે તણાવ એક યુદ્ધમાં પરિવર્તિત થઇ ચુકેલ છે. આ સંઘર્ષ શહેરી વિસ્તારો ખાસ કરીને દારફુર વિસ્તારને બરબાદ કરી રહ્યા છે. જાતીય હિંસા, સામુહિક બળાત્કાર જેવી ભયાનક ઘટનાઓને જન્મ આપી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય અધિકાર સંગઠનોએ આ ઘટનાને માનવતા વિરુદ્ધ ગુનો અને યુદ્ધ અપરાધ ગણાવ્યો છે.

આ પણ વાંચો : Gujarat : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળીયું ઘી વેચતા વેપારીઓ સામે કરી કાર્યવાહી

સ્થિતિ સતત વણસી રહી છે

હાલના મહિનાઓમાં ખાર્તૂમ અને અન્ય ક્ષેત્રોમાં સેનાએ RSF ની વિરુદ્ધ પોતાની કાર્યવાહી ઝડપી કરી છે. આરએસએફ જે પશ્ચિમ દારફુરના મોટા ભાગના હિસ્સાઓ પર નિયંત્રણ ધરાવે છે તેમણે દાવો કર્યો કે, તેણે સોમવારે દક્ષિણ દારફુર પ્રાંતની રાજધાની ન્યાલામાં એક સુડાની સૈન્ય વિમાનને તોડી પાડ્યું. આ પ્રકારની ઘટનાઓ સુડાનના સંકટને વધારે જટિલ બનાવી રહી છે અને નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat : લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં નવો વળાંક

Tags :
Advertisement

.

×