Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asim Munir : અમે ડૂબીશું તો અડધી દુનિયાને લઈને ડૂબીશું , પાકિસ્તાની ફિલ્ડ માર્શલની ફિશિયારી

પાકિસ્તાની ફિલ્ડ માર્શલ આસિમ મુનિર (Asim Munir) અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારત વિષયક વિવાદિત નિવેદનો કર્યા છે. વાંચો વિગતવાર.
asim munir   અમે ડૂબીશું તો અડધી દુનિયાને લઈને ડૂબીશું    પાકિસ્તાની ફિલ્ડ માર્શલની ફિશિયારી
Advertisement
  • પાકિસ્તાની ફિલ્ડ માર્શલ Asim Munir એ ભારત વિષયક વિવાદિત નિવેદનો કર્યા
  • હજૂ ભારત વિશ્વગુરુ થવાથી બહુ દૂર છે - Asim Munir
  • અમે ડૂબીશું તો અડધી દુનિયાને લઈને ડૂબીશું - Asim Munir

Asim Munir : ગુજરાતીમાં કહેવત છે કે વાછરડો ખીલાના જોરે કુદે છે. આ કહેવત અનુસાર પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનિર (Asim Munir) અમેરિકાની ધરતી પરથી કુદી રહ્યા છે. તેમણે પોતાના અમેરિકન પ્રવાસ દરમિયાન ભારત વિષયક વિવાદિત નિવેદનો કર્યા છે. ટામ્પામાં આયોજિત બ્લેક-ટાઈ ડિનરમાં મુનીરે કહ્યું કે, અમે એક પરમાણુ શક્તિ છીએ. જો અમને લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ, તો અમે અડધી દુનિયાને લઈને ડૂબીશું.

સિંધુ બંધ પર મિસાઈલ હુમલાની ધમકી

ભારત સાથે આરપારની લડાઈ લડ્યા બાદ પાકિસ્તાની સેના પ્રમુખ બીજીવાર અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન મુનિરે ફરીથી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, સિંધુ નદી પરના નિયંત્રણ માટે ભારત બંધ બનાવે તેની અમે રાહ જોઈશું. જ્યારે ભારત બંધ બનાવશે, ત્યારે અમે તેને 10 મિસાઈલોથી તોડી નાખીશું. સિંધુ નદી કોઈ ભારતીય પરિવારની મિલકત નથી. અમારી પાસે મિસાઈલોની કોઈ કમી નથી.

Advertisement

Asim Munir Gujarat First-11-08-2025-

Asim Munir Gujarat First-11-08-2025-

Advertisement

આ પણ વાંચોઃ  રામાયણના Jatayu જેવું એક વિશાળ પક્ષી રસ્તાના કિનારે જોવા મળ્યુ, જુઓ Video

ભારત મર્સિડીઝ, પાકિસ્તાન ડમ્પ ટ્રક - Asim Munir

અસીમ મુનીરે ભારત અને પાકિસ્તાન દેશોની સરખામણી વાહનો સાથે કરી અને ટક્કર થાય તો કોણ જીતશે તેવું પુછ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત હાઈવે પર ફેરારીની જેમ ચમકતી મર્સિડીઝ છે, પરંતુ અમે ડમ્પ ટ્રક છીએ. જો ટ્રક કાર સાથે અથડાય છે, તો કોને નુકસાન થશે? મુનીરે ફિશિયારી પણ મારી હતી કે કર્યો હતો કે, ભારત પોતાને વિશ્વ ગુરુ તરીકે રજૂ કરવા માંગે છે, પરંતુ વાસ્તવમાં તે તેનાથી દૂર છે. કેનેડામાં શીખ નેતાની હત્યા, કતારમાં આઠ ભારતીય નૌકાદળ અધિકારીઓની ધરપકડ અને કુલભૂષણ જાધવ કેસ વગેરે ઘટનાને આંતરરાષ્ટ્રીય આતંકવાદમાં ભારતની કથિત સંડોવણીના પૂરાવા ગણાવ્યા.

Asim Munir Gujarat First-11-08-2025--

આ પણ વાંચોઃ Emergency Landing : એર ઈન્ડિયાની દિલ્હી જતી ફ્લાઈટ ચેન્નાઈમાં ડાયવર્ટ કરાઈ, કેસી વેણુગોપાલ સહિત સાંસદો હતા સવાર

Tags :
Advertisement

.

×