'આસિમ મુનીર સેલ્સમેન જેવા લાગે છે', ટ્રમ્પ સામે પાકિસ્તાની સેના પ્રમુખની હરકતોથી પાકિસ્તાની સાંસદો ગુસ્સે થયા
- પાકિસ્તાની સેના પ્રમુખની અમેરિકાની મુલાકાત વિવાદનું કેન્દ્ર બની (Asim Munir Gift Controversy)
- પાકિસ્તાન સાંસદમાં સાંસદોએ આર્મી ચીફ પર સાધ્યુ નિશાન
- ટ્રમ્પને દુર્લભ ખનીજનો બતાવતા ફોટા અંગે સાંસદો ગુસ્સે થયા
- આર્મી ચીફ આસીર મુનીરને સાંસદોએ સેલ્સમેન ગણાવ્યા
Asim Munir Gift Controversy : પાકિસ્તાનના રાજકીય અને સૈન્ય નેતૃત્વ – વડા પ્રધાન શહેબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરની તાજેતરની અમેરિકા યાત્રાઓ વિવાદનું કેન્દ્ર બની છે. આ બંને મુખ્ય હસ્તીઓ અમેરિકન નેતાઓને પ્રભાવિત કરવા માટે વિવિધ પ્રયાસો કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
તાજેતરમાં, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં આસિમ મુનીરની એક હરકતને કારણે પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચિંતા ઊભી થઈ છે. સાંસદ ઐમલ વલી ખાને આ યાત્રાઓ પર સવાલ ઉઠાવતા બંને નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે.
સંસદમાં આસિમ મુનીરની કાર્યવાહી પર વાંધો (Asim Munir Gift Controversy)
ઐમલ વલી ખાને પાકિસ્તાની સંસદમાં મુનીરના અમેરિકા પ્રવાસ પર ખાસ કરીને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે સૈન્ય પ્રમુખે કઈ સત્તાથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દુર્લભ ખનીજો (Rare Minerals) ભેટમાં આપ્યા?
There is no democracy in Pakistan. It is dictatorship. The army chief Asim Munir appears more like a salesman in a marketplace than the chief of an army. Who has granted him the authority to sign deals on rare earth minerals, resources that belong to the people, not to a military… pic.twitter.com/DHOxQQe4fK
— Mir Yar Baloch (@miryar_baloch) October 1, 2025
દુર્લભ ખનીજ ભેટ આપતા ફોટા વાયરલ (Asim Munir Gift Controversy)
હકીકતમાં, શરીફ અને મુનીરે તાજેતરમાં વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમને આ દુર્લભ ખનીજ ભેટ તરીકે આપવામાં આવ્યા હતા. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં આસિમ મુનીર એક ખુલ્લા લાકડાના બોક્સમાં રાખેલા ખનીજો ટ્રમ્પને બતાવતા નજર આવ્યા હતા, જ્યારે શહેબાઝ શરીફ તેમની બાજુમાં ઉભા હતા.
'સેલ્સમેન' અને 'મેનેજર' જેવો વ્યવહાર
ઐમલ વલી ખાને સંસદમાં આ દ્રશ્ય અંગે કટાક્ષ કર્યો: "આસિમ મુનીર તે સમયે કોઈ સેલ્સમેન જેવા દેખાતા હતા, જે કોઈપણ ભોગે કંઈક વેચવા માંગતા હોય. જ્યારે, શહેબાઝ શરીફ વચ્ચે મેનેજરની જેમ આ આખું નાટક જોઈ રહ્યા હતા." ખાનનો આરોપ છે કે સૈન્ય પ્રમુખ વિદેશ પ્રવાસો કરે અને કૂટનીતિક બેઠકોમાં ભાગ લે તે દેશના બંધારણની મજાક સમાન છે.
આ બંધારણની મજાક સમાન
તેમણે કહ્યું કે, "આ આપણા દેશ અને તેના બંધારણની મજાક છે. પાકિસ્તાનમાં કોઈ લોકશાહી નથી, પણ તાનાશાહી છે, અને આ સંસદનું અપમાન છે." સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર પાકિસ્તાનમાં સૈન્ય અને નાગરિક નેતૃત્વ વચ્ચેના સંબંધો અને વિદેશ નીતિમાં સેનાની ભૂમિકા અંગે નવી ચર્ચાને જન્મ આપી રહી છે.
આ પણ વાંચો : PoKમાં પાકિસ્તાની સેના અને સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન, અત્યાર સુધી 8 લોકોના મોત,50થી વધુ ઘાયલ


