Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DONALD TRUMP પર હુમલો અને મોજ CHINA ના રીટેલર્સને! કલાકોમાં જ વેચાઇ હજારો TRUMP T-SHIRT

પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાએ આખા વિશ્વને ચોંકાવ્યું છે. DONALD TRUMP સાથે બનેલી આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. આ બાબતનો જાણે ચાઈના લાભ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પ ઉપર થયેલા હુમલા પછી તરત...
donald trump પર હુમલો અને મોજ china ના રીટેલર્સને  કલાકોમાં જ વેચાઇ હજારો trump t shirt
Advertisement

પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાએ આખા વિશ્વને ચોંકાવ્યું છે. DONALD TRUMP સાથે બનેલી આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. આ બાબતનો જાણે ચાઈના લાભ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પ ઉપર થયેલા હુમલા પછી તરત જ, ચાઇનીઝ સેલર્સે ટ્રમ્પના નામની ટી-શર્ટ્સ એક ખાસ સંદેશ સાથે છાપી અને તેને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. માત્ર થોડી જ મિનિટોમાં, ચીન અને અમેરિકામાં 2000 થી વધુ ટી-શર્ટ વેચાઈ ગયા. ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાની રેલીમાં હુમલો કર્યા પછી કોઈક રીતે તેમનો જીવ બચી ગયાના ત્રણ કલાક કરતાં પણ ઓછા સમયમાં ટી-શર્ટની પ્રથમ બેચ તાઓબાઓ પર વેચાણ માટે ગઈ હતી. ટ્રમ્પ ઉપર થયેલા હુમલાની આ ટીશર્ટ એટલી લોકપ્રિય ક્ષણભરમાં જ થઈ ગઈ છે કે લોકો હજી પણ તેને મેળવવા પડાપડી કરી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

DONALD TRUMP ના ટી-શર્ટની માર્કેટમાં બોલાબાલા

Advertisement

DONALD TRUMP ની ટી-શર્ટમાં તેમના પર થયેલા હુમલાની તસવીર છે, જેમાં લખ્યું છે કે ‘શૂટિંગ મેક્સ મી સ્ટ્રોંગર’ એટલે કે હુમલો આપણને મજબૂત બનાવે છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના નામના વિશેષ સંદેશ સાથે બનાવેલી ટી-શર્ટની પ્રથમ બેચ લોકપ્રિય ચાઈનીઝ ઈ-કોમર્સ પ્લેટફોર્મ તાઓબાઓ પર રાત્રે 8.40 વાગ્યે વેચાણ માટે મૂકી હતી. આ ટીશર્ટ થોડી જ વારમાં લોકપ્રિય બને છે જેના કારણે ચીનમાં આ ટીશર્ટ વેચનાર તેના ઓનલાઈન શેલ્ફ પર મૂકે છે. "શૂટીંગના સમાચાર મળતાં જ અમે તાઓબાઓ પર ટી-શર્ટ લગાવી દીધા, ભલે અમારી પાસે તે પ્રિન્ટ પણ ન હોય, અને ત્રણ કલાકમાં અમે ચીન અને યુએસ બંને દેશમાંથી 2,000 થી વધુ ઓર્ડર મળ્યા હતા" તમને જણાવી દઈએ કે Taobao ની માલિકી અલીબાબાની છે.

Advertisement

એસોસિએટેડ પ્રેસે TRUMP નો આ આઇકોનીક ફોટો કર્યો હતો પ્રકાશિત

નોંધનીય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર શનિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 6.15 વાગ્યે પેન્સિલવેનિયામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ આ હત્યાના પ્રયાસમાં અંશે બચી ગયો હતો. એસોસિએટેડ પ્રેસે સાંજે 6:31 વાગ્યે ટ્રમ્પની મુઠ્ઠી લહેરાવતા આઇકોનિક ફોટો પ્રકાશિત કર્યો.

આ પણ વાંચો : Doland Trump Firing: ડોનાલ્ડ ટ્રપ પર હુમલો કરનાર વ્યક્તિ તેમની જ રાજનૈતિક પાર્ટીનો થયો સાબિત

Tags :
Advertisement

.

×