Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hindu Temple Attacked : મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ

મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ હિન્દુ ધાર્મિક સ્થળમાં ઘૂસીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ. ઓસ્ટ્રેલિયામાં મંદિર પર હુમલાની ઘટના Hindu Temple Attacked : ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર(Melbourne Swaminarayan temple) પર હુમલાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્નના મિલ...
hindu temple attacked   મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો  ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ
Advertisement
  • મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ
  • હિન્દુ ધાર્મિક સ્થળમાં ઘૂસીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ.
  • ઓસ્ટ્રેલિયામાં મંદિર પર હુમલાની ઘટના

Hindu Temple Attacked : ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર(Melbourne Swaminarayan temple) પર હુમલાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્નના મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતાં ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દિવાલો પર ઉશ્કેરણીજનક મેસેજ પણ લખ્યાં હતા. ખાલિસ્તાની સમર્થકોએ મંદિર પર જરનૈલ સિંહ ભિંદરાનવાલેને 'શહીદ' ગણાવ્યા અને મંદિરની દિવાલો પર તેની પ્રસંશા કરતા મેસેજ લખ્યા હતા. આ સાથે ભારત અને મોદી સરકાર વિરોધી સૂત્રો પણ લખ્યા હતા.

હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, 'આ મંદિર શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે. એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર હુમલા સમાન છે.'

Advertisement

આ પણ  વાંચો -Thailand Cambodia conflic: 118 વર્ષ જૂનો શિવ મંદિર સરહદ વિવાદ કેવી રીતે બહાર આવ્યો?

Advertisement

વિક્ટોરિયાના મુખ્યમંત્રીનો સંદેશ

જોકે વિક્ટોરિયાના મુખ્યમંત્રી જેસિન્ટા એલને હજુ સુધી આ ઘટનાની જાહેરમાં ટીકા કરી નથી. તેમના કાર્યાલયે મંદિર મેનેજમેન્ટને એક વ્યક્તિગત મેસેજ મોકલ્યો હતો. તેમણે આ હુમલાને દ્વેષજનક અને ભય ફેલાવનાર કૃત્ય ગણાવ્યું હતું.' એલને કહ્યું કે, 'વિક્ટોરિયા પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.'

આ પણ  વાંચો -શિયામાં દુ:ખદ વિમાન દુર્ઘટના: 50 જેટલા લોકોના મોતની આશંકા

ઘણા દેશોમાં બની ચૂકી છે આવી ઘટનાઓ

સપ્ટેમ્બર 2022માં કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર પણ ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશને આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. તેમજ બ્રિટનના લેસ્ટર શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ શિવ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ધજાને નીચે ઉતારી દીધી હતી. અત્યાર સુધીમાં વિશ્વભરમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ આવી 100થી વધુ ઘટનાઓ બની ચૂકી છે.

Tags :
Advertisement

.

×