Australia : પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે હવે ઓસ્ટ્રેલિયા આપશે માન્યતા, ઈઝરાયલ માટે મોટો સેટબેક
- Australia પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે
- ઈઝરાયલ અને બેન્જામિન નેતન્યાહૂ માટે મોટો સેટબેક
- ફ્રાન્સ, બ્રિટન અને કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ Palestine ને કર્યો સપોર્ટ
Australia : આજે સોમવારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ (Anthony Albanese) એ સોમવારે જાહેરાત કરી કે, ઓસ્ટ્રેલિયા પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. વડાપ્રધાન અલ્બાનીઝે કહ્યું કે, આ નિર્ણયની ઔપચારિક જાહેરાત સપ્ટેમ્બરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly) દરમિયાન કરવામાં આવશે. આ જાહેરાત ઈઝરાયલ અને બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) માટે મોટા સેટબેક સમાન છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ, યુદ્ધકીય કટોકટી અને ભૂખમરાને લઈને ઓસ્ટ્રેલિયા સરકાર પર દેશ અને વિશ્વભરમાંથી દબાણ વધી રહ્યું હતું.
સપ્ટેમ્બરમાં થશે ઔપચારિક જાહેરાત
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે આજે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. આ નિર્ણય પેલેસ્ટિનિયન ઓથોરિટી તરફથી મળેલા મહત્વપૂર્ણ ખાતરીઓના આધારે લેવામાં આવ્યો છે. આ ખાતરીઓમાં હમાસની સરકારમાં કોઈ ભૂમિકા ન હોવી, ગાઝાનું નિઃશસ્ત્રીકરણ અને ચૂંટણી યોજવાનો સમાવેશ થાય છે. અલ્બાનીઝે કહ્યું કે આ ઉકેલ એ પશ્ચિમ એશિયામાં હિંસાના ચક્રને તોડવા અને ગાઝામાં સંઘર્ષ, દુઃખ અને ભૂખમરાને સમાપ્ત કરવાની સૌથી મોટી આશા છે.
આ પણ વાંચોઃ Pakistan ના પંજાબમાં પૂરથી તબાહીમાં મૃત્યુઆંક 166 પહોંચ્યો, હજી વધુ વરસાદની આગાહી
કયા દેશોએ પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્રની માન્યતા આપી છે ?
ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય લેવાથી ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ, બ્રિટન અને કેનેડા જેવા દેશોની હરોળમાં આવી ગયું છે. આ દેશોએ પણ તાજેતરમાં સંકેત આપ્યો છે કે તેઓ પણ પેલેસ્ટાઈનને માન્યતા આપવા જઈ રહ્યા છે. મે 2024 ની શરૂઆતમાં નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને સંયુક્ત રીતે પેલેસ્ટાઈનને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી. અત્યાર સુધીમાં 140 થી વધુ દેશોએ પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. જોકે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેટલાક અન્ય પશ્ચિમી દેશોએ હજૂ સુધી આ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું નથી. ઓસ્ટ્રેલિયાના આ પગલાને પશ્ચિમી દેશોની નીતિમાં સંભવિત પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ America : પૂર્વ નેબ્રાસ્કામાં ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું, 387 કેદીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા


