US Tariffs : ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા!
- ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા ( US Tariffs)
- અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવીને ટ્રેડ વૉરની શરૂઆત
- ઑસ્ટ્રેલિયાનાં વિદેશમંત્રીનું ટેરિફ અંગે મોટું નિવેદન
- ભારત-ચીન સંબંધો પર ઑસ્ટ્રેલિયાનું સંતુલિત વલણ
US Tariffs : અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવીને ટ્રેડ વૉર (US Tariffs)ની શરૂઆત કરી છે. એવામાં ઑસ્ટ્રેલિયાએ ભારતને સમર્થન આપ્યું છે. ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે, 'અમે ભારતને ગાઢ, મજબૂત અને વિશ્વાસપાત્ર ભાગીદાર માનીએ છીએ. ઑસ્ટ્રેલિયાનાં વિદેશમંત્રી પેની વૉંગએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારી સરકાર ટેરિફનું સમર્થન (Australia Supports India) કરતી નથી અને ઓપન માર્કેટમાં જ બધાનો વિકાસ શક્ય છે.
પેની વૉંગનું ઓપન માર્કેટને સમર્થન (US Tariffs)
જોકે વૉંગે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં લગાવાયેલા ટૅરિફ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું. તેમણે કહ્યું, 'અમે ઓપન માર્કેટમાં વિશ્વાસ રાખીએ છીએ. ઑસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા એટલા માટે આગળ વધી શકી કારણ કે અમે વિશ્વ સાથે વેપાર કર્યો છે. આ જ અમારી નીતિ છે અને અમે ઇચ્છીએ છીએ કે આ વિચાર આગળ પણ જળવાઈ રહે.'
આ પણ વાંચો -Smartphone: આ શહેરમાં, તમે ફક્ત 2 કલાક માટે ફોનનો ઉપયોગ કરી શકો છો
માત્ર ગઠબંધન નહીં, સહિયારા ઉદ્દેશોનું પ્રતીક
આ સાથે જ પેની વૉંગે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'ક્વાડ(Quad) - ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાનનું ગઠબંધન માત્ર નામનું નથી પણ સહિયારા ઉદ્દેશો પર આધારિત છે. અમે ક્વાડના મજબૂત સમર્થક છીએ. દ્વિપક્ષીય સંબંધોમાં ચડાવ-ઉતાર આવતા રહે, પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા સહિયારા લક્ષ્યો એક શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ વિસ્તાર છે.'
આ પણ વાંચો -ભારતના આ પડોશી દેશની જેલમાંથી એક સાથે 2700 કેદી થયા હતા ફરાર, 700 હજુ પણ પોલીસ પકડથી દૂર
ભારત-ચીન સંબંધો પર ઑસ્ટ્રેલિયાનું સંતુલિત વલણ
ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે તે વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, 'ચીન એક મોટી શક્તિ છે અને તે એક મોટી શક્તિની જેમ પોતાના હિતો જોઈ રહ્યું છે. અમુક બાબતો પર ઑસ્ટ્રેલિયા સહમત થશે, અમુક પર નહીં. પરંતુ પરિપક્વ સંબંધ એ જ છે કે આપણે સહકાર પણ કરીએ અને અસહમતિ પણ વ્યક્ત કરીએ.'


