Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 45ના મોત, ક્રેશ લેન્ડિંગનો LIVE VIDEO

કઝાકિસ્તાનમાં અઝરબૈજાનનું પ્લેન ક્રેશ થયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા મુસાફરોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટના પહેલા પ્લેને અક્તાઉ એરપોર્ટ પર ઘણી વખત ચક્કર લગાવ્યું હતું.
કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 45ના મોત  ક્રેશ લેન્ડિંગનો live video
Advertisement
  • કઝાકિસ્તાનના અક્તાઉમાં મુસાફર વિમાન ક્રેશ
  • અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું
  • વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
  • ટેકઓફ બાદ અક્તાઉમાં લગાવતું હતું ચક્કર
  • ઈમરજન્સી લેન્ડિંગ વખતે એરપોર્ટ પર ક્રેશ થયું
  • બાકુથી ગ્રોઝની માટે વિમાને ભરી હતી ઉડાન

Azerbaijani plane crashes in Kazakhstan : કઝાકિસ્તાનમાં અઝરબૈજાનનું પ્લેન ક્રેશ થયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા મુસાફરોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટના પહેલા પ્લેને અક્તાઉ એરપોર્ટ પર ઘણી વખત ચક્કર લગાવ્યું હતું. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઇ હતી. રાહત અને બચાવ ટીમો સ્થળ પર છે.

ઇમરજન્સી લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ

મળી રહેલી  માહિતી અનુસાર, આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હતું. કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે પુષ્ટિ કરી છે કે વિમાને બાકુથી ગ્રોઝની માટે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા બાદ પ્લેન અક્તાઉ એરપોર્ટ પાસે ઘણી વખત ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. શંકાસ્પદ તકનીકી ખામીને કારણે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શક્યું નહીં અને દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. મળતી માહિતી અનુસાર, એરક્રાફ્ટ અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ચેચન્યાના ગ્રોઝની જઈ રહ્યું હતું, પરંતુ ત્યાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલાઈ ગયો હતો. એરક્રાફ્ટમાં ક્રૂ મેમ્બર સહિત 62 મુસાફરો સવાર હતા. હવે માહિતી આવી રહી છે કે કેટલાક લોકો અકસ્માતમાં બચી ગયા છે. પરંતુ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

Advertisement

Advertisement

એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટના

વિમાન દુર્ઘટનાની ઘટનાને લઈને ધીમે ધીમે વધુ વિગતો બહાર આવી છે. આ દુર્ઘટના એરપોર્ટની નજીક બની હતી, જ્યાં વિમાને કથિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ માટે પ્રયાસ કર્યો હતો. વિમાન અનેક વખત ચક્કર લગાવ્યા હતા ત્યારબાદ તે અચાનક ક્રેશ થયું હતું. ઘટનાના તુરંત બાદ એમ્બ્યુલન્સ અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આપરેશન હાથ ધર્યું હતું. પ્લેનના પાછળના ભાગે આવેલા ઈમરજન્સી એક્ઝિટમાંથી કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રેશ થયેલા પ્લેનનો રજીસ્ટ્રેશન નંબર 4K-AZ65 હતો, જે Flightradar24ના ડેટા સાથે મેળ ખાય છે.

કેસ્પિયન સમુદ્રની ઉપર ઉડી રહી હતી ફ્લાઈટ

Flightradar24 દ્વારા મળેલી માહિતી મુજબ, આ વિમાન ક્રેશ પહેલા કેસ્પિયન સમુદ્ર ઉપરથી ઉડી રહ્યું હતું અને ચેચન્યામાં તેના અંતિમ મુકામ તરફ જઈ રહ્યું હતું. પાયલોટને રશિયાના પ્રાદેશિક સીમા નજીક ખતરો લાગ્યો હતો જે બાદ ઇમરજન્સી લેન્ડિંગ માટે તેમણે વિનંતી કરી હતી. ગમખ્વાર ઘટનાના સમયે, વિમાન સવારે 6:28 વાગ્યે (UTC) એટલે કે 11:58 a.m.ના સ્થાનીય સમયમાં ક્રેશ થયું હતું. પ્લેન એરપોર્ટથી માત્ર થોડા કિલોમીટર દૂર અને કેસ્પિયન સમુદ્રના કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનાને પગલે તપાસ ચાલુ છે અને રાહત ટીમે સ્થળ પરથી અનેક લોકોને બહાર કાઢવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો:  બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકોના મોત; 12 ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×