'2025 તો શરૂઆત છે! વર્ષ 2026 માં બનશે વધુ ભયાનક ઘટનાઓ', Baba Vanga ની ડરામણી આગાહી
- 2026 માટે Baba Vanga ની ડરામણી આગાહી
- ભૂકંપ-જ્વાળામુખીથી કાંપશે વિશ્વ!
- 2026 માં થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
- હવામાન પરિવર્તનથી 8 ખંડોમાં હાહાકાર
- AI કરશે માનવ પર પ્રભુત્વ!
- અવકાશયાન પૃથ્વી પર ખતરો લાવશે?
- 2025 તો શરૂઆત, 2026 વધુ વિનાશક!
Baba Vanga Predictions 2026 : 2025 વર્ષ પૂરું થવામાં થોડો જ સમય બાકી છે, પરંતુ વિશ્વભરમાં પહેલેથી જ 2026 વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બલ્ગેરિયાના પ્રખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગા (Baba Vanga) ની આગાહીઓ ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. 2025 દરમિયાન ભૂકંપ જેવી વિનાશક ઘટનાઓ થઈ ચૂકી છે, પરંતુ આગાહીઓ મુજબ 2026 વર્ષ તો આના કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
ભૂકંપ અને જ્વાળામુખીનો ભય
બાબા વેંગા (Baba Vanga) ની આગાહીઓ અનુસાર, 2026માં વિશ્વના અનેક વિસ્તારોમાં મોટા ભૂકંપ આવી શકે છે. આવી કુદરતી આપત્તિઓ ભારે વિનાશ લાવશે. ભારતમાં પણ વારંવાર નાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, તેથી જો મોટો ભૂકંપ આવે તો સ્થિતિ કેવી હશે તે કલ્પના કરવી જ ડરામણી લાગે છે. ભૂકંપ સિવાય જ્વાળામુખી ફાટવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જે માનવજીવન માટે ગંભીર ખતરો બની શકે છે.
હવામાનમાં થશે ભયંકર ફેરફારો : Baba Vanga
આગામી સમયમાં હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. બાબા વેંગાની આગાહી મુજબ, વિશ્વના 7 થી 8 ખંડો અસામાન્ય હવામાનના કારણે ભારે પ્રભાવિત થશે. દિલ્હી અને નોયડા જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ તેમજ તીવ્ર ગરમીની લહેરોથી લોકો પરેશાન થશે. અતિશય ગરમી અને અતિશય વરસાદ બંને માનવજીવન અને અર્થતંત્ર માટે ચિંતાજનક સાબિત થશે.
ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી
બાબા વેંગાની સૌથી ચોંકાવનારી આગાહી એ છે કે 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે. આ આગાહી વિશ્વની રાજકીય પરિસ્થિતિને લઈને ચિંતાનો વિષય બની ગઈ છે. જો આ ભવિષ્યવાણી સાચી પડી, તો માનવજાત માટે આ એક મોટી દુર્ઘટના સાબિત થશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉદય
બાબા વેંગાએ ટેક્નોલોજી અંગે પણ આગાહી કરી છે. 2026માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફક્ત માણસોને મદદરૂપ નહીં રહે, પરંતુ તે માણસો પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. આજકાલ જ AI ઝડપથી આગળ વધી રહ્યું છે, અને વેંગાની આ આગાહી લોકોને વધુ ચિંતિત કરી રહી છે.
અવકાશમાંથી મોટો ખતરો
2026 માટેની બીજી આગાહી મુજબ, એક વિશાળ અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. વૈજ્ઞાનિકો આને કુદરતી ઘટના માને છે, પરંતુ જો આ આગાહી સાચી સાબિત થાય તો માનવજાતના ઇતિહાસમાં એક મોટો ફેરફાર આવી શકે છે.
બાબા વેંગાની આગાહીઓનો ઇતિહાસ
બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનું અવસાન થયું. તેમ છતાં, તેમણે તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધીની આગાહીઓ કરી હતી. તેમની ઘણી આગાહીઓ અગાઉ સાચી સાબિત થઈ છે, ખાસ કરીને 2022 દરમિયાન થયેલી કેટલીક ઘટનાઓ તેમની આગાહી સાથે મેળ ખાતી હતી. પરંતુ હંમેશા તેમની બધી ભવિષ્યવાણી સાચા સાબિત થઇ નથી, ઘણીવાર આગાહીઓ ખોટી પણ સાબિત થાય છે.
આ પણ વાંચો : કોરોનાથી લઈને મહાભૂકંપ સુધી : જાપાની બાબાવેંગાની વાયરલ ભવિષ્યવાણીનો શું છે અસલી રહસ્ય?


